ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

ભારે વરસાદ વચ્ચે પડ્યું હોર્ડિંગ: ઓટો ડ્રાઈવરે ભાગીને બચાવ્યો જીવ, જૂઓ વીડિયો

Text To Speech
  • સહજાનંદ ચોક ખાતે બનેલી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

થાણે, 2 ઓગસ્ટ: મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં આજે શુક્રવારે એક હોર્ડિંગ તૂટી પડ્યું હતું. અકસ્માતમાં કોઈ જાનહાનિની માહિતી નથી. જોકે, આમાં ત્રણ વાહનોને નુકસાન થયું છે. આ અકસ્માત થયો ત્યારે વરસાદ પડી રહ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. હકીકતમાં, હોર્ડિંગ એક દુકાનની ઉપર લગાવવામાં આવ્યું હતું અને લોકો વરસાદથી બચવા માટે દુકાનની નીચે ઊભા હતા, ત્યારે અચાનક હોર્ડિંગ પડી ગયું. આવી સ્થિતિમાં હોર્ડિંગ પડી જવાથી મોટી દુર્ઘટના ટળી હતી. આ દરમિયાન એક ઓટો ચાલકે ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો.

 

આ અકસ્માત સવારે 10.30 વાગ્યે બન્યો 

એક અધિકારીએ જણાવ્યું કે, અકસ્માત સવારે 10.30 વાગ્યે ડોમ્બિવલી વિસ્તારમાં વ્યસ્ત સહજાનંદ ચોક ખાતે થયો હતો. જેમાં હજુ સુધી કોઈના ઘાયલ થયાના સમાચાર નથી.

દરમિયાન, કલ્યાણના તહસીલદાર સચિન શેજલે જણાવ્યું હતું કે, હોર્ડિંગનો મોટો ભાગ નીચે પાર્ક કરેલા ત્રણ વાહનો પર પડ્યો હતો. તેમણે વધુમાં કહ્યું કે, રેસ્ક્યુ ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પુણેમાં પણ એક હોર્ડિંગ પડ્યું હતું, જેમાં ઘણા લોકોના મૃત્યુ થયા હતા.

આ પણ જૂઓ: કેદારનાથમાં ભૂસ્ખલનમાં ફસાયેલા અરવલ્લીના 17 યાત્રિકોનું ગણતરીના કલાકોમાં રેસ્ક્યુ કરાયુ

Back to top button