ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગવિશેષ

ગુજરાતમાં HMPV વાયરસના કેસ વધ્યા, જાણો આંકડો કેટલે પહોચ્યો

Text To Speech
  • કચ્છના 59 વર્ષીય આધેડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
  • સારવાર માટે અમદાવાદની ઝાયડસ હૉસ્પિટલમાં દાખલ કરાયા
  • અગાઉ અમદાવાદમાં 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

ગુજરાતમાં HMPV વાયરસના કેસ વધ્યા છે. જેમાં પાંચમો કેસ પોઝિટિવ આવ્યો છે. કચ્છના 59 વર્ષીય આધેડનો રિપોર્ટ પોઝિટિવ આવતા અમદાવાદમાં સારવાર હેઠળ છે.

સારવાર માટે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પાંચ કેસ પોઝિટિવ આવ્યા છે. 59 વર્ષીય આધેડનો HMPV પોઝિટિવ આવ્યો છે. તેમને સારવાર માટે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. મળતી માહિતી અનુસાર, દર્દીની કોઈપણ પ્રકારની ટ્રાવેલ હિસ્ટ્રી જોવા મળી નથી.

HMPVનો બીજો કેસ હિંમતનગરથી સામે આવ્યો હતો

અમદાવાદમાં ચાંદખેડા વિસ્તારમાં આવેલી ઓરેન્જ હોસ્પિટલમાં 2 મહિનાનું બાળકને 24 ડિસેમ્બર 2024ના દાખલ કરાયા બાદ 26 ડિસેમ્બરે રિપોર્ટ આવ્યો હતો. પરંતુ આ મામલે હૉસ્પિટલે તંત્રને અવગત ન કરાતાં AMC આરોગ્ય અધિકારીએ નોટિસ પાઠવી હોસ્પિટલ સત્તાધીશો પાસેથી સમગ્ર મામલે ખુલાસો માંગ્યો હતો. HMPVનો બીજો કેસ હિંમતનગરથી સામે આવ્યો હતો. જેમાં હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળના આઠ વર્ષના બાળકનો HMPVનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

9 મહિનાના એક બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેને ICUમાં રાખવામાં આવ્યો હતો. બાળક પ્રાંતિજ તાલુકાના એક ગામનો છે. જ્યારે જિલ્લામાં HMPVનો કેસ સામે આવતાની સાથે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું. HMPVનો ત્રીજો કેસ અમદાવાદથી સામે આવ્યો હતો. જેમાં વસ્ત્રાપુરમાં રહેતા 80 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાં વૃદ્ધને મેમનગરની સ્ટર્લિંગ હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. અમદાવાદમાં 9 મહિનાના એક બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળકને વિહા ચિલ્ડ્રન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. જો કે, બાળકને હાલ ચાઇલ્ડ હુડ હોસ્પિટલમાં શિફ્ટ કરાયો હોવાનું સામે આવ્યું છે.

Back to top button