ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલલાઈફસ્ટાઈલ

ભારત સહિત 5 દેશમાં ફેલાયો HMPV, શું ફરી લાગશે લૉકડાઉન

Text To Speech

નવી દિલ્હી, તા.7 જાન્યુઆરી, 2025: પાંચ વર્ષ પહેલા ચીનમાંથી ફેલાયેલો કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો. વાયરસથી લાખો લોકોના મોત થતાં અનેક દેશોમાં લૉકડાઉન લાદવામાં આવ્યું હતું. ફરી એક વખત નવો વાયરસ હ્યુમન મેટાન્યૂમોવાયરસ (HMPV) વિશ્વમાં ચિંતા વધારી રહ્યો છે. ચીનમાં ઝડપથી ફેલાઇ રહેલો આ વાયરસ ભારત સહિત 5 દેશોમાં પહોંચી ચૂક્યો છે. આ વાયરસની વધતી ગતિએ ફરી એક વખત વિશ્વની ચિંતા વધારી છે. ભારતમાં સોમવારે એચએમપીવીના પાંચ કેસ નોંધાયા હતા. જેમાં બેંગલુરુમાં બે, અમદાવાદ, ચેન્નઈ અને સેલમમાં એક-એક કેસ નોંધાયા છે.

આ દરમિયાન સોશિયલ મીડિયા પર લૉકડાઉન ટ્રેન્ડ કરી રહ્યું છે. લોકોના મનમાં સવાલ છે કે શું દુનિયામાં ફરી એકવાર લૉકડાઉન થશે? સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર હેશટેગ લૉકડાઉન ટ્રેન્ડ કરી રહ્યું છે અને યુઝર્સ તેના પર સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે.

HMPV એક શ્વસન વાયરસ છે. તે બાળકો, વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને અસર કરે છે. આ વાયરસ પણ લોકોમાં શ્વસનની સમસ્યાઓનું કારણ બને છે, પરંતુ તે કોવિડ-19 કરતા ઓછું જોખમી છે. કોરોના વાયરસની જેમ, તે પણ હવાથી ફેલાતો વાયરસ છે, પરંતુ તેના ચેપનો અવકાશ અને જટિલતાઓ કોવિડ-19 કરતા ઓછી છે. આનો અર્થ એ છે કે જો તે ફેલાય તો પણ લૉકડાઉન જેવી પરિસ્થિતિ જોવા મળશે નહીં.

એચએમપીવી વાયરસ ક્યારથી છે અસ્તિત્વમાં ?

HMPV ની ઓળખ સૌપ્રથમ 2001માં થઈ હતી. આ વાયરસ ઉધરસ, છીંક અથવા ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવવાથી ફેલાય છે. તેનું સામાન્ય લક્ષણ વહેતું નાક છે. લક્ષણોમાં તાવ, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફનો સમાવેશ થાય છે. ગંભીર કિસ્સાઓમાં-શ્વાસનળીનો સોજો, ન્યુમોનિયા, શ્વસન તંત્રની અન્ય ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. બાળકોને આ વાયરસથી સૌથી વધુ જોખમ હોય છે. નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો પણ ઝડપથી આ વાયરસની ઝપેટમાં આવી શકે છે. અસ્થમા, સીઓપીડી અને હૃદય રોગ જેવા ક્રોનિક રોગો ધરાવતા લોકો પણ આ વાયરસથી અન્ય કરતાં ઝડપથી સંક્રમિત થઈ શકે છે.

આ પણ વાંચોઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખ આજે થશે જાહેર, ચૂંટણી પંચ યોજશે પ્રેસ કોન્ફરન્સ

Back to top button