HMPV: અમદાવાદમાં વધુ એક કેસ નોંધાયો, જાણો ગુજરાતમાં કેટલા છે કેસ?


અમદાવાદ, તા.15 જાન્યુઆરી, 2025: અમદાવાદમાં એચએમપીવીનો વધુ એક કેસ નોંધાયો છે. આ સાથે ગુજરાતમાં કુલ કેસની સંખ્યા છ પર પહોંચી છે. ગુજરાતમાં જ્યારે આ વાઇરસની એન્ટ્રી થઈ ત્યારે એવું કહેવાતું હતું કે માત્ર નાના બાળકોને જ નિશાન બનવા છે પણ છેલ્લા આધેડના રિપોર્ટ પોઝિટિવ આવતાં ચિંતાનો માહોલ ઉભો થયો છે. ગુજરાતમાં 6 જાન્યુઆરીએ સૌથી પહેલા રાજસ્થાનના ડુંગરપુરમાં રહેતું બાળક સારવાર માટે આવ્યું ત્યારે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
પ્રથમ કેસઃ 6 જાન્યુઆરી, 2 મહિનાનું બાળક
બીજો કેસઃ 9 જાન્યુઆરી, 8 વર્ષનું બાળક
ત્રીજો કેસઃ 9 જાન્યુઆરી, 80 વર્ષના વૃદ્ધ
ચોથો કેસઃ 10 જાન્યુઆરી, 9 મહિનાનું બાળક
પાંચમો કેસઃ 11 જાન્યુઆરી, 59 વર્ષના આધેડ
છઠ્ઠો કેસઃ 15 જાન્યુઆરી, 4 વર્ષનું બાળક
શું કરશો
- ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોઢું અને નાકને રૂમલા અથવા ટીસ્યુથી ઢાંકવું
- નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવા કે સેનિટાઇઝરનો ઉપયોગ કરવો
- ભીડભાડવાળા સ્થળેથી દૂર રહેવું અને ફ્લૂથી પીડિત વ્યક્તિઓથી ઓછામાં ઓછું એક હાથનું અંતર રાખવું
- તાવ, ઉધરસ કે છીંક આવે તો જાહેર સ્થળો પર જવાનું ટાળો
- વધુ પાણી પીવો અને પૌષ્ટિક ખોરાક ખાવ
- રોગપ્રતિકારક શક્તિ માટે પૂરતી ઉંઘ લેવી
- બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશન ધરાવતાં વાતાવરણમાં રહેવું
- શ્વાસને લગતાં લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું. બીજાઓ સાથે સંપર્ક મર્યાદીત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.
શું ન કરવું
- બિનજરૂરી રીતે આંખ, નાક કે મોઢાને સ્પર્શન કરવો નહીં
- ચેપગ્રસ્ત વ્યક્તિએ વ્યક્તિગત ચીજવસ્તુઓ જેમ કે ટુવાલ, રૂમાલ અથવા અન્ય વાસણો બીજા વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ન આવે તેનું ધ્યાન રાખવું
- જાતે દવા લેવાનું ટાળવું. લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો
આ પણ વાંચોઃ દિલ્હી ચૂંટણીઃ રમેશ બિધૂડીએ ફરી આપ્યું વિવાદીત નિવેદન, સીએમ આતિશીને લઈ કહી આ વાત