અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદમાં HMPVનો વધુ એક કેસ નોંધાયો, 9 મહિનાનું બાળક થયું સંક્રમિત

Text To Speech

અમદાવાદ, તા.10 જાન્યુઆરી, 2025: અમદાવાદમાં HMPVનો વધુ એક કેસ નોંધાયો છે. સાઉથ બોપલમાં 9 માસના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શરદી, ખાંસી અને શ્વાસની તકલીફ થતાં બાળક દાખલ કરવામાં આવ્યું છે. ગઈકાલે 80 વર્ષના વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ પહેલા સાંબરકાંઠામાં આઠ વર્ષના બાળકને એચએમપીવીનો ચેપ લાગ્યો હતો. ગુજરાતમાં એચએમપીવીના કેસ વધતાં રાજ્ય સરકારે પણ એલર્ટ થઈ ગઈ છે.

દેશમાં એચએમપીવીના કેસ નોંધાયા ત્યારથી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય એલર્ટ છે. આ સંબંધે રાજ્યોને સતત સતર્ક રહેવા સલાહ આપવામાં આવી છે. બે દિવસ પહેલા, કેન્દ્રીય આરોગ્ય સચિવ પુણ્ય સલિલાએ સમીક્ષા કરી હતી. આરોગ્ય મંત્રાલયે લોકોને ખાતરી આપી છે કે આ ચેપથી ગભરાવાની અથવા ડરવાની જરૂર નથી. એચએમપીવી સૌપ્રથમ 2001માં સામે આવ્યો હતો. તે પેરામિક્સોવિરિડે પરિવારનો ભાગ છે. તે રેસ્પિરેટરી સિન્સિટિયલ વાઇરસ સાથે સંબંધિત છે. તે ઉધરસ અથવા છીંકના ટીપાં દ્વારા ફેલાય છે. તે ચેપગ્રસ્ત વ્યક્તિને સ્પર્શ કરીને અથવા ચેપગ્રસ્ત વ્યક્તિઓના સીધા સંપર્કમાં આવવાથી પણ ફેલાઈ શકે છે.

HMPV સંક્રમણથી બચવા શું કરશો

  • ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોઢું અને નાકને રૂમલા અથવા ટીસ્યુથી ઢાંકવું
  • નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવા કે સેનિટાઇઝરનો ઉપયોગ કરવો
  • ભીડભાડવાળા સ્થળેથી દૂર રહેવું અને ફ્લૂથી પીડિત વ્યક્તિઓથી ઓછામાં ઓછું એક હાથનું અંતર રાખવું
  • તાવ, ઉધરસ કે છીંક આવે તો જાહેર સ્થળો પર જવાનું ટાળો
  • વધુ પાણી પીવો અને પૌષ્ટિક ખોરાક ખાવ
  • રોગપ્રતિકારક શક્તિ માટે પૂરતી ઉંઘ લેવી
  • બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશન ધરાવતાં વાતાવરણમાં રહેવું
  • શ્વાસને લગતાં લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું. બીજાઓ સાથે સંપર્ક મર્યાદીત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.

શું ન કરવું

  • બિનજરૂરી રીતે આંખ, નાક કે મોઢાને સ્પર્શન કરવો નહીં
  • ચેપગ્રસ્ત વ્યક્તિએ વ્યક્તિગત ચીજવસ્તુઓ જેમ કે ટુવાલ, રૂમાલ અથવા અન્ય વાસણો બીજા વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ન આવે તેનું ધ્યાન રાખવું
  • જાતે દવા લેવાનું ટાળવું. લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો.

આ પણ વાંચોઃ ચાઇનીઝ દોરી કે તુક્કલના વેચાણની માહિતી મળે તો તરત જ આ નંબર કરો ડાયલ

Back to top button