HMP વાયરસના વધી રહ્યા છે કેસ, બાળકો નહીં આ લોકોને છે સૌથી વધુ ખતરો
નવી દિલ્હી, તા. 8 જાન્યુઆરી, 2025: છેલ્લા કેટલાક દિવસોમાં ભારતમાં એચએમપીવીના કેસો પણ વધી રહ્યા છે. ભારતમાં એચએમપીવીના 8 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં મોટાભાગના કેસો બાળકોમાં નોંધાયા છે. આ વાયરસથી ઉધરસ, શરદી અને કેટલાક કિસ્સાઓમાં શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે. આરોગ્ય મંત્રાલય હાઈ એલર્ટ પર છે. એચએમપીવી વાયરસના કેસો બાળકોમાં આવી રહ્યા છે, પરંતુ બાળકો સિવાય અન્ય કોને આ વાયરસથી વધુ જોખમ છે તે વિષે જાણવું જરૂરી છે.
નિષ્ણાતો જણાવે છે કે કોવિડમાંથી મળેલા બોધપાઠને ધ્યાનમાં રાખીને એચએમપીવી વાયરસને હળવાશથી ન લેવો એ મહત્વપૂર્ણ છે. આ વાયરના લક્ષણો અને બચવા અંગેની માહિતી જાણવી જરૂરી છે.
નિષ્ણાતોના મતે આ એક સિઝનલ વાયરસ છે. તે શ્વસનતંત્રને અસર કરે છે અને તેના લક્ષણો શરદી જેવા જ હોય છે. તાજેતરના સમયમાં તે ચીનમાં ઝડપથી ફેલાયો છે અને હવે ભારતમાં પણ તેના કેસ વધી રહ્યા છે.
કોને છે સૌથી વધુ ખતરો
- નાના બાળકોઃ તેમની ઈમ્યુન સિસ્ટમ પૂરી રીતે વિકસિત થયેલી નથી હોતી
- વૃદ્ધોઃ ઉંમરની સાથે શરીરની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડતી જાય છે
- અસ્થમાના દર્દીઃ આ વાયરસ સીધો શ્વસન તંત્ર પર હુમલો કરે છે
- ક્રૉનિક બીમારીથી પીડાતા લોકોઃ જેમકે ડાયાબિટીસ, હૃદય રોગના દર્દી
આ વાયરસના લક્ષણો
- સતત ખાંસી
- શ્વાસ લેવામાં તકલીફ
- થાક અને નબળાઇ
કેવી રીતે બચશો
- હાથ ધોઈને ભોજન કરો
- માસ્ક પહેરો
- ચેપગ્રસ્ત લોકોથી અંતર રાખો
- સંક્રમિત વ્યક્તિઓની વસ્તુઓને સ્પર્શ કરવાનું ટાળો
આ લક્ષણોની અવગણના ન કરો
આ વાયરસ કોરોના જેવો ખતરનાક નથી પરંતુ તેના લક્ષણોની અવગણના કરવી હાનિકારક થઈ શકે છે. આ વાયરસ ખાસ કરીને બાળકો અને વડીલો માટે સૌથી જોખમી છે. આ લોકોએ તેમના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
આ પણ વાંચોઃ ભારત સહિત 5 દેશમાં ફેલાયો HMPV, શું ફરી લાગશે લૉકડાઉન