ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

હિઝબુલના મોસ્ટ વોન્ટેડ આતંકી જાવેદ અહેમદ મટ્ટૂની દિલ્હીમાં ધરપકડ

Text To Speech
  • હિઝબુલના મોસ્ટ વોન્ટેડ આતંકીની દિલ્હીમાં ધરપકડ કરવામાં આવી
  • દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે જાવેદ અહેમદ મટ્ટૂ નામના આતંકીની કરી ધરપકડ
  • જાવેદ અહેમદ મટ્ટૂએ જમ્મુ-કાશ્મીરમાં અનેક આતંકી ઘટનાઓમાં વોન્ટેડ હોવાનું પ્રકાશમાં આવ્યું હતું

દિલ્હી, 04 જાન્યુઆરી: રાજધાની દિલ્હીમાં હિઝબુલ મુજાહિદ્દીનના એક મોસ્ટ વોન્ટેડ આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે. આ આતંકવાદી પર 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. તે જમ્મુ-કાશ્મીરમાં અનેક આતંકી ઘટનાઓમાં વોન્ટેડ હતો.

 

મટ્ટૂ પાકિસ્તાન પણ ફર્યો 

મળતી માહિતી મુજબ, દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ ટીમે ગુરુવારે સાંજે રાજધાની દિલ્હીમાં એક મોસ્ટ વોન્ટેડ આતંકવાદીની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ આતંકીની ઓળખ હિઝબુલ કમાન્ડર તરીકે થઈ હતી. પકડાયેલ આતંકવાદી હિઝબુલ કમાન્ડર જાવેદ અહેમદ મટ્ટૂ હોવાનું સામે આવ્યું છે. મટ્ટૂ પાકિસ્તાન પણ ગયો છે અને સોપોરનો રહેવાસી છે. તાજેતરમાં સોપોરમાં તેના ભાઈએ ઘરે ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો હતો જે ખૂબ વાયરલ થયો હતો.

મટ્ટૂ A++ ગ્રેડનો આતંકવાદી

આતંકી પકડાયા બાદ તેની ઓળખ થતાં પ્રકાશમાં આવ્યું છે કે જાવેદ મટ્ટૂ હિઝબુલનો છેલ્લો A++ ગ્રેડનો આતંકવાદી છે અને ભયંકર આતંકવાદીઓનો કમાન્ડર છે. તેની પાસેથી એક પિસ્તોલ, મેગેઝિન અને ચોરીનું વાહન મળી આવ્યું છે. જાવેદ મટ્ટૂએ 5 ગ્રેનેડ હુમલા કર્યા હતા અને 5 પોલીસકર્મીઓની હત્યામાં પણ તે સામેલ હતો. તેના ઘણા મિત્રો પાકિસ્તાનમાં છે.

 

ઘણા દિવસોથી અંડરગ્રાઉન્ડ હતો આતંકી મટ્ટૂ

પોલીસના જણાવ્યા અનુસાર તે કાશ્મીરમાં અનેક આતંકવાદી ઘટનાઓને અંજામ આપીને અંડરગ્રાઉન્ડ થઈ ગયો હતો. ગુરુવારે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આતંકવાદી મટ્ટૂની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: ખાલિસ્તાની પન્નુ કેસઃ SCએ નિખિલ ગુપ્તાના સંબંધીઓની અરજી ફગાવી

Back to top button