ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ રિવરફ્રન્ટ પર હિટ એન્ડ રન, મહિલા પોલીસકર્મીનું મૃત્યુ

Text To Speech
  • ડફનાળા પાસે વહેલી સવારે હિટ એન્ડ રનની ઘટના સર્જાઇ
  • શહેરમાં ધોળા દિવસે હિટ એન્ડ રનની ઘટનાઓ સામે આવી
  • અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી

અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા અકસ્માતોએ શહેરોમાં વસતા લોકોની ચિંતામાં વધારો કર્યો છે. ઓવરસ્પીડમાં બેફામ ડ્રાઇવિંગ કરનારા અકસ્માત સર્જીને હાહાકાર મચાવી રહ્યા છે. તેમજ શહેરમાં ધોળા દિવસે હિટ એન્ડ રનની ઘટનાઓ સામે આવી રહી છે.

ડફનાળા પાસે વહેલી સવારે હિટ એન્ડ રનની ઘટના સર્જાઇ

ઉલ્લેખનીય છે કે પોલીસ બેડામાં ફરજ બજાવતાં શારદાબેન ડાભી ડ્યૂટી બજાવીને પોતાની એક્ટિવા પર પરત ફરી રહ્યા ત્યારે એક કારચાલકે રિવરફ્રન્ટ રોડ પર ટક્કર મારતાં તેમનું નિધન થયું છે. અસ્કમાતની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. શહેરના રિવરફ્રન્ટ ડફનાળા પાસે વહેલી સવારે હિટ એન્ડ રનની ઘટના સર્જાઇ હતી.

અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી

પોલીસ ખાતામાં ફરજ બજાવતાં શારદાબેન ડાભી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કાર્યક્રમમાં ફરજ બજાવી પોતાની એક્ટિવા પર ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે અજાણ્યા કાર ચાલકે તેમની એક્ટિવાને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં પોલીસકર્મી શારદાબેન ડાભીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચો: અમદાવાદ: BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવ, જાણો કયા રોડ બંધ રહેશે અને કયા છે વૈકલ્પિક રસ્તા

Back to top button