ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાતના દાહોદમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી

Text To Speech
  • દાહોદના કંબોઈ નજીક અજાણ્યા વાહને જૈન સાધ્વી અને શ્રાવકને અડફેટે લીધા
  • અકસ્માતના કારણે સાધ્વી અને શ્રાવકનું મોત નિપજતા સમગ્ર સમાજમાં શોક
  • અકસ્માત મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

ગુજરાતના દાહોદમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. દાહોદના કંબોઈ નજીક અજાણ્યા વાહને જૈન સાધ્વી અને શ્રાવકને અડફેટે લીધા અને ફરાર થઈ ગયું હતું. અકસ્માતના કારણે સાધ્વી અને શ્રાવકનું મોત નિપજતા સમગ્ર સમાજમાં શોકનો માહોલ છે.

પૂરપાટ ઝડપે આવતાં એક અજાણ્યા વાહને સાધ્વી અને શ્રાવકને ટક્કર મારી

હાલ દાહોદમાં 21 થી 25 તારીખ સુધી પંચકલ્યાણ મહોત્સવ અંતર્ગત પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી રાજ્યભરમાંથી સાધુ-સાધ્વીઓ પગપાળા દાહોદ પહોંચી રહ્યાં છે. આ દરમિયાન આજે ગુરૂવારે એક જૈન સાધ્વી અને શ્રાવક પણ દાહોદ તરફ વિહાર કરી રહ્યાં હતાં. ત્યારે અચાનક પાછળથી પૂરપાટ ઝડપે આવતાં એક અજાણ્યા વાહને સાધ્વી અને શ્રાવકને ટક્કર મારી અને ફરાર થઈ ગયું. અકસ્માત એટલો ગંભીર હતો કે, સાધ્વી અને શ્રાવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

હાલ બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે મોકલી પોલીસે હિટ એન્ડ રનનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, હજુ સુધી આ અજાણ્યા વાહન વિશે કોઈ માહિતી મળી શકી નથી. પોલીસે વાહન અને ડ્રાઇવર બંને વિશે તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: ગુજરાત: નર્સિંગની પરીક્ષા માન્ય રાખવી કે નહીં? GTU ને સોંપાયો રિપોર્ટ

Back to top button