ઉત્તર ગુજરાતગુજરાત

ગાંધીનગર કોબા પાસે હીટ એન્ડ રનની ઘટના, દીકરીને સ્કૂલે મૂકવા જતા પિતાનું મોત

Text To Speech

રાજ્યમાં હીટ એન્ડ રનની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે ગાંધીનગરમાં વધુ એક હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં ગાંધીનગરમાં કોબા સર્કલ નજીક કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. ગાંધીનગરમાં એક્ટિવા લઈને દીકરીને સ્કૂલે મૂકવા જતા પિતાની એક્ટિવાને કારે ટક્કર મારતા પિતાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતુ જ્યારે આ અકસ્માતમાં વિદ્યાર્થીનીને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી.

 હીટ એન્ડ એન્ડ રનની ઘટનામાં પિતાનું મોત 

મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે ગાંધીનગરમાં કોબા સર્કલ નજીક હીટ એન્ડ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં દીકરીને સ્કૂલે મૂકવા જતા એક્ટિવા ચાલક પિતાને કારે અડફેટે લીધા હતા. જેના કારણે એક્ટિવા રમકડાની જેમ રસ્તા પર ફંગોળાઈ હતા. આ ઘટનામા પિતાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું. જ્યારે દિકરીને પણ ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામા આવી છે.

ગાંધીનગર હીટ એન્ડ રન-humdekhengenews

 અકસ્માતને પગલે ચક્કાજામ સર્જાયો 

મહત્વનું છે કે અકસ્માતની આ ઘટનાને પગલે કોબા ગામના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા જેના કારણે ગાંધીનગર-અમદાવાદ હાઈવે પર ચક્કાજામ સર્જાયો હતો. આ ઘટના અંગે પોલીસને જાણ કરાતા DySP સહિતનો પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 આ પણ વાંચો : વંદે ભારત એક્સપ્રેસ પર ફરી પથ્થરમારો, મેરઠ-મુઝફ્ફરનગર રેલવે ટ્રેક પર હુમલો, બારીના કાચને નુકસાન

Back to top button