અમદાવાદગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના: બાઈકને બસ ચાલકે કચડી નાખતા ગયો જીવ

Text To Speech

અમદાવાદ, 6 માર્ચ: 2025: જિલ્લા પોલીસની નિષ્ફળતા માનો કે વાહનચાલકોની બેદરકારી પરંતુ અમદાવાદ શહેર કરતાં અમદાવાદ જિલ્લામાં હીટ એન્ડ રનની ઘટનાઓ અનેક ગણી વધારે છે સાથે માનવમોત પણ વધી રહ્યું છે. ત્યારે અમદાવાદ શહેરમાં આજે સવારે વિજય ચાર રસ્તા પાસે હિટ એન્ડ રનની ઘટના બનવા પામી છે. વિજય ચાર રસ્તા પાસે એક ટ્રાવેલ્સ બસ દ્વારા બાઇક ચાલકને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારે વિજય ચાર રસ્તા પાસે બાઈક ચાલકને બસના ચાલકે કચડી નાખ્યાના સમાચાર સામે આવ્યા છે. ગુરૂવારે (6 માર્ચ) જય અંબે ટ્રાવેલ્સ બસ ખાનગી કંપનીના સ્ટાફને લેવા-મૂકવા જતી હતી, આ દરમિયાન બાઇક ચાલક રામચંદ્ર રાયને બસ ચાલકે અડફેટે લીધો હતો. હવે આ ઘટનાના CCTV સામે આવ્યા છે.

માહિતી મુજબ અકસ્માતમાં વાહનચાલકે હેલ્મેટ પહેર્યું હોવા છતાં માથું ફાટી જતાં કમકમાટીભર્યુ મૃત્યુ થયું હતું. સમગ્ર મુદ્દે ટ્રાફિક પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો..રાજકોટમાં ભાજપના મહિલા કોર્પોરેટરને ગોળી વાગી, ઘરેણાં કાઢવા જતાં અચાનક બંદૂક નીચે પડી ને ફાયરિંગ થયું

Back to top button