15 ઓગસ્ટદક્ષિણ ગુજરાત

સુરતમાં રચ્યો ઈતિહાસ : મધરાતે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી

Text To Speech

શહેરની 19 પ્રતિસ્થિત સંસ્થાઓ દ્વારા 14 ઓગસ્ટની મધરાતે 12.01 મિનિટે ધ્વજવંદન કરવાનું અનેરુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે ધ્વજવંદન કરી ઈતિહાસ રચ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં ભારત વિકાસ પરિષદ સુરત મેઈનના પ્રમુખ રૂપીન પચ્ચીગરે જણાવ્યું હતું કે 1947 ની 14 ઓગસ્ટે રાત્રે 12 વાગે સાયરન વાગી હતી અને 12.01 મિનિટે ભારતનો ત્રિરંગો ગગનમાં લહેરાયો હતો. આજે આપણે એજ પળોને પુર્નજીવીત કરવા જઈ રહ્યા છીએ.

સુરતના ઈતિહાસમાં પહેલીવાર રાત્રે 12.01 મિનિટે ધ્વજવંદન થવાનું છે અને એ પળોના આપણે સાક્ષી બન્યા તે આપણા સૌ માટે આનંદ અને ગૌરવની વાત છે. 21 મી સદી ભારતની સદી છે અને ભારત હવે પછીના વર્ષોમાં વિશ્વ ગુરૂ બની રહે એવી શુભકામના સાથે કાયર્કમની શરૂઆત કરવામાં આવી. પ્રારંભે કાપડિયા હેલ્થ કલબના ચેરમેન પંકજ કાપડિયાએ આવકાર પ્રવચન કરતા કહ્યું કે આઝાદીનો મહિમા એને જ સમજાય જેણે આઝાદી જોઈ નહોતી, પરતંત્ર અને ગુલામીમાંથી બહાર નીકળી દેશ આઝાદ થયો તે અત્યંત આનંદની ધટના હતી.

15 August bharat vikas 01

ત્યારબાદ પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરના વરદ્દ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ અનેરા પ્રસંગે ભારત માટે કોમનવેલ્થ ઓલમ્પીકમાં ગોલ્ડ મેડલ પ્રપ્ત કરનાર હરમીત દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. કમિશ્નર અજય કુમાર તોમરે એમના ઉદ્દબોધનમાં ભારતની આઝાદીના ઈતિહાસ ની વાત કરી હતી. આપણા પછી સીંગાપોર આઝાદ થયુ પણ એણે કરેલ પ્રગતિ માંથી પ્રેરણા લઈ આપણે પણ દેશ માટે કામ કરીએ. જે વ્યક્તિ જે વ્યવસાય કે વેપાર, કળા કે સાધના સાથે સંકળાયેલ છે તેમાં પોતાનું યોગ્ય પ્રદાન કરે તો ભારત જરૂર પ્રગતિ કરશે એવો વિશ્વાસ એમણે રજૂ કર્યો હતો.

આ ઐતિહાસિક પ્રસંગે 400 થી વધુ નાગરીકોએ ભાગ લીધો હતો. રૂપીન પચ્ચીગર દ્વારા નાગરીકોને ભારતના વિકાસ માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. કાર્યક્રમમાં સુરતની તાલબધ્ધ ગીસ રજુ થઈ હતી. આઝાદીને યાદ કરતાં ગીતો રજૂ થયા. અર્ચનાબેન દીક્ષીત દ્વારા સંપૂર્ણ વંદેમાતરમ ની પ્રસ્તૃતિ થઈ. સંસ્કૃત પાઠશાળાના ઋષીકુમારોએ સંસ્કૃત શ્લોકનું ગાન કર્યુ હતું. વિંન્ટેજ વેટરન્સના પ્રમુખ રોહિત મારફતીયાએ અભારવિધિ કરી હતી.

15 August bharat vikas 02

આ કાર્યક્રમમાં કાપડિયા હેલ્થ કલબ, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, વિન્ટેજ વેટરન્સ, ભારત વિકાસ પરિષદ સુરત મેઈન, રાષ્ટ્રીય કલા કેન્દ્ર, સૂર્યપુર સંસ્કૃત પાઠશાળા, ધી સુરત પીપલ્સ કો.ઓ. બેંક લી., સુરત ડીસ્ટ્રીક ક્રિકેટ એસોશીયેશન, જીમનાસ્ટ્રીક ફેડરેશન ઓફ ઈન્ડીયા, સુરત ડીસ્ટ્રીક બેડમીન્ટન એસોશીયેશન, જેસીઆઈ સુરત, જેસીઆઈ સુરત મેટ્રો, સુરત મેટ્રો શક્તિ, જેસીઆઈ સુરત સીટીજન, તાલ ગ્રુપ, સીનીયર સીટીઝન ફેડરેશન, ભારત ભારતી, MY FM, પ્રાઈમ બેંક લી. એ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ પણ વાંચો : ધૂમકેતુ અને ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણ શાળામાં બાળકો સાથે વાલીઓએ પણ કર્યું ધ્વજ વંદન

Back to top button