ટ્રેન્ડિંગસ્પોર્ટસ

ભારતીય મહિલા ટીમનો ઐતિહાસિક વિજય, એકમાત્ર ટેસ્ટમાં આફ્રિકાને 10 વિકેટથી હરાવ્યું

  • ભારતીય મહિલા ટીમે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી દક્ષિણ આફ્રિકાની ટીમ સામેની એકમાત્ર ટેસ્ટ મેચની શ્રેણી 10 વિકેટથી જીત મેળવી છે. આ મેચની ચોથી ઇનિંગમાં ભારતને 37 રનનો ટાર્ગેટ મળ્યો હતો

ચેન્નાઈ, 1 જુલાઈ: ભારતીય મહિલા ટીમે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહેલી દક્ષિણ આફ્રિકા સામેની એક મેચની ટેસ્ટ શ્રેણી રમતના ચોથા દિવસે 10 વિકેટે જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયાને આ મેચની ચોથી ઈનિંગમાં 37 રનનો ટાર્ગેટ હતો, જેને શેફાલી વર્મા અને શુભા સતીશની ઓપનિંગ જોડીએ કોઈ પણ નુકશાન વિના હાંસલ કરી લીધો હતો. ભારતીય મહિલા ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આ બીજી વખત બન્યું છે કે જ્યારે ટીમે 10 વિકેટે ટેસ્ટ મેચ જીતી હોય. ઘરઆંગણે ટીમ ઈન્ડિયાએ બીજી વખત આ સિદ્ધિ મેળવી છે. બીજી ઇનિંગમાં શેફાલી વર્માએ 24 અણનમ રન બનાવ્યા હતા જ્યારે શુભા સતીષે 13 રન બનાવ્યા હતા.

ભારતીય ટીમના સ્પિન બોલરોએ પોતાનું કૌશલ્ય બતાવ્યું

આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 603 રન બનાવીને પોતાનો દાવ ડિકલેર કર્યો હતો. આ પછી, બેટિંગ કરવા આવેલી દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ તેની પ્રથમ ઇનિંગ્સમાં માત્ર 266 રન સુધી જ સિમિત રહી હતી, જેમાં ભારતીય તરફથી સ્નેહ રાણાનું બોલિંગ પ્રદર્શન જોવા મળ્યું હતું, જેણે 25.3માં 77 રન આપીને 8 વિકેટ ઝડપી હતી. ઓવર દક્ષિણ આફ્રિકાની ટીમને ફોલોઓનનો સામનો કરવો પડ્યો હતો, જેમાં બીજી ઇનિંગમાં તેમની તરફથી વધુ સારું બેટિંગ પ્રદર્શન જોવા મળ્યું હતું, જો કે આ મેચમાં ટીમ પોતાની હારને બચાવી શકી ન હતી. આફ્રિકન ટીમ માટે બીજા દાવમાં સુને લુસે 109 રન અને કેપ્ટન વોલ્વાડાર્ટે 122 રન બનાવ્યા હતા, જેની મદદથી ટીમ 373 રનના સ્કોર સુધી પહોંચી શકી હતી.

બીજા દાવમાં ત્રણ બોલરોએ 2-2 વિકેટ લીધી હતી

દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ સામે ભારતની બીજી ઈનિંગમાં ત્રણ બોલરોનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું જેમાં તેણે 2-2 વિકેટ ઝડપી હતી. સ્નેહ રાણાએ આ મેચમાં કુલ 10 વિકેટ લીધી હતી. જો આ મેચમાં ભારતીય ટીમના બેટિંગ પ્રદર્શનની વાત કરીએ તો શેફાલી વર્માએ પ્રથમ દાવમાં 205 રન બનાવ્યા હતા જ્યારે સ્મૃતિ મંધાનાએ પ્રથમ દાવમાં 149 રન બનાવ્યા હતા. આ સિવાય રિચા ઘોષે 86 રન બનાવ્યા હતા જ્યારે કેપ્ટન હરમનપ્રીત કૌરે પણ 69 રનની ઇનિંગ રમી હતી.

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાને ક્યારે મળશે નવા હેડ કોચ? BCCI સેક્રેટરી જય શાહે આપ્યું મોટું અપડેટ

Back to top button