ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

વોટના બદલે નોટ પર સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, MP-MLAને કાનૂની સંરક્ષણનો ઈનકાર

Text To Speech
  • વિશેષાધિકાર હેઠળ હવે સાંસદો કે ધારાસભ્યોને છૂટ નહીં મળે: સર્વોચ્ચ અદાલત

નવી દિલ્હી, 4 માર્ચ: સુપ્રીમ કોર્ટે વોટના બદલામાં નોટના મામલે સાંસદોને કોઈપણ છૂટ આપવાનો ઈન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટના 7 જજોની બંધારણીય બેંચે સોમવારે આ મોટો નિર્ણય સંભળાવ્યો છે. આ રીતે કોર્ટે પોતાના જ જૂના નિર્ણયને પલટી નાખ્યો છે. કલમ 105ને ટાંકીને કોર્ટે કહ્યું કે, “લાંચના કેસમાં સાંસદોને કોઈ રાહત આપી શકાય નહીં.” આ નિર્ણય અનુસાર જો સાંસદો વોટના બદલામાં લાંચ લેશે તો તેમની સામે પણ સામાન્ય નાગરિકોની જેમ કાર્યવાહી કરવામાં આવશે. ભલે તેણે સંસદમાં પ્રશ્નો પૂછવા માટે જ લાંચ લીધી હોય.

 

કોર્ટના અગાઉના નિર્ણયમાં શું થયું હતું?

1993માં નરસિમ્હા રાવ સરકારના સમર્થનમાં મત આપવા માટે સાંસદોને લાંચ આપવાના આરોપો લાગ્યા હતા. જેના પર 1998માં 5 જજોની બેંચે 3-2ની બહુમતીથી ચુકાદો આપ્યો હતો કે, સંસદમાં સાંસદ જે પણ કામ કરે છે, તે તેમના વિશેષાધિકારમાં આવે છે. પરંતુ હવે સુપ્રીમ કોર્ટે વિશેષાધિકારની વ્યાખ્યા બદલી છે. ખંડપીઠે કહ્યું કે, કલમ 105 સામાન્ય નાગરિકોની જેમ સાંસદો અને ધારાસભ્યોને લાંચ લેવામાંથી મુક્તિ આપતી નથી. હકીકતમાં, 1998ના નિર્ણયમાં બંધારણીય બેંચે કહ્યું હતું કે, જો સંસદમાં કોઈ કામ થાય છે, તો તે સાંસદોનો વિશેષાધિકાર છે અને તેના પર કાર્યવાહી થઈ શકે નહીં. પરંતુ હવે કોર્ટ દ્વારા નવા નિર્ણય સાથે તે રાહત પાછી ખેંચી લેવામાં આવી છે.

 

આ પણ જુઓ: EDનું સમન્સ ગેરકાયદેસર, પરંતુ જવાબ આપવા માટે તૈયાર છું: CM કેજરીવાલ

Back to top button