નેશનલ

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય, હવે ઈલેક્શન કમિશનની નિયુક્તિ PM, વિપક્ષ નેતા અને CJI કરશે

Text To Speech

આજે સુપ્રિમ કોર્ટે ચૂંટણી કમિશનરની નિમણૂકને લઈને મહત્વનો ચૂકાદો આપ્યો છે. હવેથી મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરની નિમણૂક હવે PM, મુખ્ય ન્યાયાધીશ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતાની કમિટી દ્વારા કરવામાં આવશે.

ચૂંટણી કમિશનરની નિમણૂક ત્રણ સભ્યોની સમિતિ કરશે

સુપ્રીમ કોર્ટે ચૂંટણી કમિશનરની નિમણૂકને લઈને મોટો આદેશ આપ્યો છે. દેશની સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે હવે ચૂંટણી કમિશનરની નિમણૂક ત્રણ સભ્યોની સમિતિ દ્વારા કરવામાં આવશે. મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરની પસંદગી ત્રણ સભ્યોની સમિતિની સલાહ પર રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવશે. આ સમિતિમાં વડાપ્રધાન, મુખ્ય ન્યાયાધીશ અને લોકસભામાં વિપક્ષના નેતા હશે. અને લોકસભામાં વિપક્ષનો કોઈ નેતા ન હોય તો પણ કોર્ટે આદેશમાં સ્પષ્ટતા કરી છે. આવી સ્થિતિમાં સૌથી મોટી વિપક્ષી પાર્ટીના નેતા સમિતિમાં હશે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે કહ્યું કે લોકશાહીની મજબૂતી માટે ચૂંટણીમાં પારદર્શિતાને પ્રોત્સાહન આપવું પડશે.

ચૂંટણી પંચ-humdekhengenews

ચૂંટણી પંચના સભ્યોની નિમણૂક પ્રક્રિયામાં સુધારાની અરજી

જસ્ટિસ કેએમ જોસેફની અધ્યક્ષતામાં બંધારણીય બેંચ મળી હતી. જેમાં તેમણે ચુકાદો આપતી વખતે કહ્યું કે, ‘ મજબૂત અને ઉદાર લોકશાહીની ઓળખને હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ કે લોકશાહીની મજબૂતાઈ સંપૂર્ણપણે લોકોને આપવામાં આવેલા અધિકારો પર આધારિત છે. વોટ સૌથી શક્તિશાળી છે, જે સૌથી શક્તિશાળી પક્ષને પણ સત્તામાંથી બહારનો રસ્તો બતાવે છે. સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય ભારતના ચૂંટણી પંચના સભ્યોની નિમણૂક પ્રક્રિયામાં સુધારાની માંગ કરતી અરજી પર આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો : અદાણી મામલામાં સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય : SEBIને બે મહિનામાં તપાસ રિપોર્ટ સોંપવા કરાયો આદેશ

Back to top button