ટ્રેન્ડિંગસ્પોર્ટસ

ઐતિહાસિક ક્ષણ : WPL હરાજીમાં ખેલાડીઓના નામ આવતાં શું હતો ભારતીય ડ્રેસિંગ રૂમનો માહોલ ? જુઓ વીડિયો

મહિલા પણ હવે IPL માફક પ્રથમ વાર WPL (Women’s Premier League) લીગ ક્રિકેટ રમાશે. જેમાં મહિલા ખેલાડીઓ ભાગ લેશે. 5 મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે WPL માટેની હરાજી કરવામાં આવી. WPLની પ્રથમ સિઝન માટે ખેલાડીઓની હરાજી મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં થઈ હતી. ભારતીય ટીમની ઓપનર અને વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાનાને મોટી રકમમાં ખરીદવામાં આવી છે.

આ વર્ષથી પુરૂષ ક્રિકેટરોની જેમ મહિલા આઈપીએલ થશે જેને BCCI દ્વારા WPL (Women’s Premier League) નામ આપવામાં આવ્યું છે. સોમવારે મુંબઈમાં ખેલાડીઓની હરાજી કરવામાં આવી હતી અને પ્રથમ બોલી સ્મૃતિ મંધાના નામની લાગી હતી. મુંબઈ ઈન્ડિયન્સની માલિક નીતા અંબાણીએ બિડ બોર્ડ ઉપાડતાની સાથે જ T20 વર્લ્ડ કપ રમવા દક્ષિણ આફ્રિકા પહોંચેલી ભારતીય મહિલા ખેલાડીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી.

આ પણ વાંધો : જાણો WPLની ટીમને લેવા માટે કેટલા રૂપિયા થયો ખર્ચ અને તેના માલિકો વિશે

વિરાટ કોહલીની ટીમે ખરીદી

મુંબઈ ઈન્ડિયન્સે સ્મૃતિ મંધાનાને 50 લાખની બેઝ પ્રાઈઝ સાથે ખરીદવાનો પૂરો પ્રયત્ન કર્યો હતો, પરંતુ RCBએ તેને 3.40 કરોડ રૂપિયામાં ખરીદી. આ ભાવ સાથે તે મહિલા IPLમાં એટલે કે WPL વેચાયેલી પ્રથમ કરોડપતિ ખેલાડી બની ગઈ છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોરે તેને 3 કરોડ 40 લાખના ભાવ સાથે ખરીદી હતી.

આ પણ વાંચો : ICC Odi Rankings:સ્મૃતિ મંધાનાએ 9 મેચમાં 411 રન બનાવ્યા, ટોપ-10માં એકમાત્ર ભારતીય

સ્મૃતિ મંધાના ઈજાગ્રસ્ત છે

26 વર્ષીય સ્મૃતિ મંધાના ભારતીય ટીમની અનુભવી ઓપનિંગ બેટ્સમેન છે, પરંતુ T20 મહિલા વર્લ્ડકપમાં ઈજાના કારણે પાકિસ્તાન સામે ન રમી શકી. મંધાનાને તેની આંગળીમાં ઈજા થઈ છે પરંતુ ધીરે ધીરે તે સ્વસ્થ થઈ રહી છે. રાહતની વાત એ છે કે કોઈ ફ્રેક્ચર નથી, જો તે ફિટ થઇ જશે તો વેસ્ટઈન્ડિઝ સામે 15 ફેબ્રુઆરીએ રમાનારી બીજી મેચમાં જોવા મળે તેવી આશા છે.

આ પણ વાંચો :Women’s T20 WC : ભારતે જીત સાથે કર્યો આગાઝ, પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું

ઓપનરનો ખતરનાક રેકોર્ડ

સ્મૃતિ મંધાનાએ ભારત માટે 112 T20 આંતરરાષ્ટ્રીય મેચો રમી 27.33ની સરેરાશથી 2651 રન બનાવ્યા, જેમાં 20 અડધી સદીનો સમાવેશ થાય છે. વન ડે ઈન્ટરનેશનલની વાત કરીએ તો અત્યાર સુધીમાં 77 મેચ રમી છે, જેમાં તેણે 42.68ની એવરેજથી 3073 રન બનાવ્યા છે. સ્મૃતિ ચાર ટેસ્ટ મેચ પણ રમી ચુકી છે. જો સ્મૃતિ આ જ સ્ટાઈલમાં રમવાનું ચાલુ રાખશે તો મહિલા ઈન્ટરનેશનલ ક્રિકેટના અનેક રેકોર્ડ તેના નામે થઇ શકે છે. ઓસ્ટ્રેલિયાની વિમેન્સ બિગબૅશ લીગમાં તે બ્રિસ્બેન હિટ તરફ પોતાની તાકાત બતાવે છે. આમ સ્મૃતિ સ્મૃતિ મંધાના ત્રણેય ફોરમેટમાં સારુ પરફોર્મન્સ કરી રહી છે જેની અસર WPLની હરાજીમાં જોવા મળી.

Back to top button