ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: પુખ્તવયમાં લગ્નની લાલચે શારીરિક સંબંધોની ફરિયાદોમાં દુષ્કર્મની ફરિયાદ ના થઈ શકે

Text To Speech

લગ્નની લાલચે દુષ્કર્મની ફરિયાદો પર હાઈકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. જેમાં હાઈકોર્ટે કહ્યું પુખ્તવયના બે પાત્ર સહમિથી સબંધ બાંધી શકે છે. અને લગ્નના વચન બાદ પુખ્તવયના સ્ત્રી અને પુરૂષ વચ્ચે સહમતીથી શારીરિક સંબંધ બંધાયા બાદ કોઈ એક પાત્ર લગ્નથી ઈન્કાર કરે તો કલમ 376 હેઠળ દુષ્કર્મની ફરિયાદ નોંધી શકાય નહીં.

લગ્નની લાલચે દુષ્કર્મની ફરિયાદો હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો

લગ્નની લાલચે દુષ્કર્મની ફરિયાદો પર ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.જેમાં હાઈકોર્ટે અવલોકન કાઢ્યો છે કે, પુખ્તવયના બંન્ને પાત્રો વચ્ચે શારીરિક સંબંધ બંધાયા હોય તો તેને દુષ્કર્મ કહી શકાય નહીં. અને તેને કલમ 376 હેઠળ ફરિયાદ પણ નોંધી શકાય. હાઈકોર્ટે કહ્યું કે શારિરીક સંબંધ બંધાય અને લગ્ન ન થાય તો તે દુષ્કર્મની ફરિયાદ ન નોંધી શકાય.

ગુજરાત હાઈકોર્ટ-humdekhengenews

જાણો વધુમા કોર્ટે શું કહ્યું

મહત્વનું છે કે અમદાવાદમાં રહેતા અલગ અલગ રાજ્યના સ્ત્રી-પુરૂષ વચ્ચે સંબંધ બંધાયા બાદ સ્ત્રીએ ફરિયાદ નોંધાવી હતી અને લગ્ન સહિત લોભામણી લાલચો આપી શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. અને બીજી વખત પ્રેમમાં રહ્યાં બાદ મહિલાએ ફરી લગ્નની લાલચે શારીરિક સંબંધ બાંધ્યાની ફરિયાદ નોંધાવી કરી હતી. આ મામલે આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામા આવી હતા જેમાં હાઈકોર્ટે ચુકાદો આપતા જણાવ્યું હતુ કે બંન્ને પાત્ર પુખ્ત વયના હોવાથી કલમ 376 હેઠળ ફરિયાદ નોંધી ન શકાય. વધુમાં હાઈકોર્ટે કહ્યું કે તમે પુખ્તવયના હોય તો લગ્નની લાલચે સરેન્ડર ન કરી શકો.

આ પણ વાંચો :ધોરણ 10 અને 12માં ઝીરો રિઝલ્ટવાળી શાળાઓ પર આવશે તવાઈ, રાજ્ય સરકાર કરશે કાર્યવાહી 

Back to top button