કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

દ્વારકાધીશ મંદિરનો ઐતિહાસિક નિર્ણય, મંદિરના શિખર પર હવે દરરોજ છ ધ્વજા ચડશે

Text To Speech

ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા મંદિરમાં ધજા ચઢાવવાનું અનેરુ મહત્વ હોય છે. આ મંદિરમાં અબોટી બ્રાહ્મણો દ્વારા મંદિરના શિખર પર રોજ 5 ધજા ચઢતી હોય છે પરંતુ આ વખતે વાવાઝોડાને કારણે દ્વારકાના જગત મંદિરમાં ધજા ચડાવવાના નિયમોમાં અનેક ફેરફાર કરવામા આવ્યા હતા. ત્યારે હવેદ્વારકાધીશ મંદિર દ્વારા શિખર પર ધ્વજાજીને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિખર પર પહેલા પાંચ ધ્વજાજી ચડાવવામાં આવતી હતી તે હવે બંધ થશે. તેની જગ્યાએ હવે દ્વારકાધીશના શિખર પર છ ધ્વજાજી ચડાવવામાં આવશે.

દ્વારકાધીશ મંદિરનો ઐતિહાસિક નિર્ણય

દ્વારકાધીશ મંદિર દ્વારા આજરોજ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ આજથી ભગવાન દ્વારકાધીશના શિખરે છ ધ્વજા ચડાવવામાં આવશે.વર્ષોથી ચાલી રહેલા નિયમ અનુસાર ભગવાન દ્વારકાધીશના શિખર પર દરરોજ પાંચ ધ્વજાનું આરોહણ કરવામાં આવે છે. ત્યારે આજે ભક્તો માટે વર્ષો જુનો રિવાજ બદલાયો છે.હવેથી જગત મંદિરમાં 5 નહિ, રોજની 6 ધજા ચઢાવવામાં આવશે.ભક્તો માટે લેવાયેલ આ નિર્ણય ઐતિહાસિક બની રહેશે.

દ્વારકા મંદિર-humdekhengenews

આ કારણે લેવાયો નિર્ણય

મહત્વનું છે કે ગઈકાલે ખંભાળીયામાં કલેકટર તથા દેવસ્થાન સમિતિના અધ્યક્ષ અશોકકુમાર શર્માની અધ્યક્ષતામાં તથા સમિતિના ઉપાધ્યક્ષ તેમજ રીલાયન્સ ગ્રુપના ધનરાજભાઈ નથવાણીની સંભવતઃ ઉપસ્થિતિમાં બેઠક થઈ હતી. જેમાં મંદિર શિખર પર છઠ્ઠી ધ્વજાના કાયમી ધોરણે આરોહણ વિશે ચર્ચા કરવામા આવી હતી. આ બેઠકમાં એવી રજૂઆત કરવામ આવી હતી કે ગુગળી જ્ઞાતિ પાસે વર્ષ 2024 સુધી ધ્વજાજીનું બુકિંગ ઘણાં વર્ષો પહેલાં હાઉસફુલ થયુ છે. જગતમંદિરના શિખર ઉપર ધ્વજારોહણ કરવાની માંગ પણ ઉત્તરોત્તર વધતી જાય છે. જેને લઈને દેવસ્થાન સમિતિ પાસે છઠ્ઠી ધ્વજા ચડાવવાની માંગ કરવામા આવી હતી. અને વાવાઝોડા બાદ ધજા ચઢાવવાનું બુકિંગ પણ હાઉસફુલ થઈ ગયુ હોવાથી કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મળેવી આ બેઠકમાં આજથી દ્વારકાધીશ મંદિરના શિખરે 5 ને બદલે 6 ધજા ચડશે તેવો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.

 આ પણ વાંચો : મહિસાગર : ધોધમાર વરસાદ તૂટી પડતા 7 મકાનો થયા ધરાશાયી, એક પશુનું મોત

Back to top button