ટોપ ન્યૂઝનેશનલ

ઐતિહાસિક જળાભિષેક! દેશની 155 નદીઓના પવિત્ર પાણીથી રામ મંદિરનો થયો જળાભિષેક

  • દેશની 155 નદીઓના પવિત્ર જળથી રામ મંદિરનો થયો જળાભિષેક
  • કોરોનાના દરમિયાન જળ એકત્રિત કરવામાં અઢી વર્ષથી વધુ સમય લાગ્યો
  • મુઘલ સમ્રાટ બાબરના જન્મસ્થળ માંથી પણ લવાયુ જળ

કોરોનાના સૌથી ખરાબ સમયમાં પવિત્ર જળ એકત્રિત કરવામાં અઢી વર્ષથી વધુ સમય લાગ્યો, રામલ્લાને સાત ખંડોના 155 નદીઓમાંથી લાવવામાં આવેલા પાણીથી અભિષેક કરવામા આવ્યો હતો.

રામ મંદિરનો થયો જળાભિષેક

વિશ્વના સાત ખંડોની 155 નદીઓમાંથી લાવવામાં આવેલ જળનો રવિવારે બપોરે અયોધ્યાના રામ મંદિરમાં અભિષેક કરવામાં આવ્યો હતો. દિલ્હી ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય વિજય જોલીની આગેવાની હેઠળ દિલ્હી સ્થિત એનજીઓ, દિલ્હી સ્ટડી ગ્રુપના સભ્યોએ વિવિધ દેશોના રાજદૂતો અને એનઆરઆઈના જૂથની હાજરીમાં રામ જન્મભૂમિ ખાતે ભગવાન રામના દરબારમાં આ જળાભિષેક કરવામા આવ્યો હતો. આ દરમિયાન, 40 થી વધુ દેશોમાંથી મોટી સંખ્યામાં એનઆરઆઈએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

રામ મંદિરનો જળાભિષેક -humdekhengenews

વિવિધ દેશોમાંથી લાવાયુ જળ

ફિજી, મંગોલિયા, ડેનમાર્ક, ભૂટાન, રોમાનિયા, હૈતી, ગ્રીસ, કોમોરોસ, કેપ વર્ડે, મોન્ટેનેગ્રો, તુવાલુ, અલ્બેનિયા અને તિબેટના રાજદ્વારીઓએ રામ મંદિરમાં ઐતિહાસિક રાજ્યાભિષેકમાં હાજરી આપી હતી. આ ઉપરાંત ભૂટાન, સુરીનામ, ફિજી, શ્રીલંકા અને કંબોડિયા જેવા દેશોના વડાઓએ પણ આ કાર્યને અભિનંદન પાઠવ્યા હતા.

બાબરના જન્મસ્થળ માંથી પણ લવાયુ જળ

આ કાર્યક્રમના આયોજક વિજય જોલીએ તેમના સ્વાગત પ્રવચનમાં દાવો કર્યો હતો કે અભિષેક માટે પ્રખ્યાત કશાક નદીનું પવિત્ર જળ પણ મુઘલ સમ્રાટ બાબરના જન્મસ્થળ ઉઝબેકિસ્તાનના શહેરમાંથી લાવવામાં આવ્યું હતું. આ સાથે જ યુદ્ધગ્રસ્ત રશિયા અને યુક્રેન અને ચીન અને પાકિસ્તાનથી પણ આ સારા અને પુણ્ય કાર્ય માટે જળ લાવવામાં આવ્યું છે.

રામ મંદિરનો જળાભિષેક -humdekhengenews

જળ એકત્ર કરવામાં અઢી વર્ષથી વધુ સમય લાગ્યો હતો

ભાજપના પૂર્વ ધારાસભ્યએ કહ્યું કે, આ ઘટના માત્ર ભારતના લોકો જ નહીં પરંતુ વિશ્વના નાગરિકોની ભગવાન રામના આદર્શો પ્રત્યેની આસ્થા દર્શાવે છે. તેમણે કહ્યું કે કોરોનાના સૌથી ખરાબ સમયગાળા દરમિયાન પવિત્ર જળ એકત્રિત કરવામાં અઢી વર્ષથી વધુ સમય લાગ્યો હતો. જોલીએ દાવો કર્યો હતો કે આ કાર્યમાં માત્ર હિંદુઓ જ નહીં પરંતુ વિશ્વના સાતેય ખંડોના મુસ્લિમો, ખ્રિસ્તીઓ અને યહૂદીઓએ પણ સહયોગ આપ્યો હતો.

રામ મંદિરનો જળાભિષેક -humdekhengenews
આ મહાનુભવો રહ્યા હાજર

બીજેપી નેતાએ તેને ઐતિહાસિક અને અવિસ્મરણીય સ્મૃતિ ગણાવી. આ દરમિયાન શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય, વિશ્વ હિન્દુ પરિષદના સંરક્ષક દિનેશ ચંદ્ર, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતાઓ રામલાલ અને ઈન્દ્રેશ કુમાર, ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ જે.જે. સિંઘ અને જૈન આચાર્ય લોકેશ ઉપસ્થિત રહ્યા હતા.

 આ પણ વાંચો : ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડ મામલે ખેડા પોલીસને મળી વધુ સફળતા, થયા મોટા ખુલાસા

Back to top button