જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં ઐતિહાસિક 17,000 ગુણી જીરુંની આવક


- હાપા માર્કેટિંગ યાર્ડમાં જીરુંની આવક શરૂ કરાઈ
- આજે પણ એક નવો રેકોર્ડ સ્થાપિત થયો છે
- ખેડૂતોને સારા ભાવ મળે તેવી પણ શક્યતાઓ છે
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં સમયાંતરે નવા નવા કીર્તિમાન સ્થાપિત થતા જાય છે, જે અનુસાર આજે પણ એક નવો રેકોર્ડ સ્થાપિત થયો છે.
હાપા માર્કેટિંગ યાર્ડમાં જીરુંની આવક શરૂ કરાઈ
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં જીરુંની આવક શરૂ કરાઈ હતી, અને ગઈકાલે સવારે 8.00 વાગ્યાથી આજે સવારે 8.00 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કુલ 250 જેટલા વાહનોમાં ખેડૂતો દ્વારા જીરુંનો જથ્થો લાવવામાં આવ્યો હતો. અને અંદાજે 17,000 જેટલી ગુણીની આવક થઈ છે, અને માર્કેટિંગ યાર્ડમાં ઉતારવામાં આવી છે.
ખેડૂતોને સારા ભાવ મળે તેવી પણ શક્યતાઓ છે
જામનગર જિલ્લા અને દેવભૂમિ દ્વારકા જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્ર પંથકમાંથી ખેડૂતો પોતાના જીરુંના જથ્થાને જામનગર લાવ્યા છે, અને તેની હરાજીની પ્રક્રિયા હાથ ધરાશે, અને ખેડૂતોને સારા ભાવ મળે તેવી પણ શક્યતાઓ છે.
આ પણ વાંચો: અમદાવાદમાંથી તબીબો વગર ચાલતી આખેઆખી નકલી હોસ્પિટલ ઝડપાઇ