ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાજસ્થાનના હીરાલાલ સામરિયા બન્યા કેન્દ્રીય માહિતી આયોગના વડા

Text To Speech
  • સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન (CIC) ને નવા ચીફ મળ્યા છે
  • માહિતી કમિશનર હીરાલાલ સામરિયાને CICના વડા બનાવાયા છે
  • રાષ્ટ્રપતિ ભવન દ્વારા આ માહિતી આપવામાં આવી છે

નવી દિલ્હી: માહિતી કમિશનર હીરાલાલ સામરિયાને સોમવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન (CIC)ના વડા તરીકે શપથ લેવડાવ્યા હતા.
હીરાલાલ સામરીયા હાલમાં માહિતી કમિશનર તરીકે ફરજ બજાવતા હતા. તેમણે શ્રમ અને રોજગાર મંત્રાલયમાં સચિવ તરીકે પણ કામ કર્યું છે. હવે તેમને મુખ્ય માહિતી કમિશનર બનાવવામાં આવ્યા છે.

વાય.કે.સિન્હાનો કાર્યકાળ 3 ઓક્ટોબરે પૂરો થયા બાદ મુખ્ય માહિતી કમિશનરનું પદ ખાલી હતું. મુખ્ય માહિતી કમિશનર તરીકે સામરિયાની નિમણૂક બાદ આઠ માહિતી કમિશનરની જગ્યાઓ ખાલી છે.હાલમાં આયોગમાં બે માહિતી કમિશનર છે. કમિશનનું નેતૃત્વ મુખ્ય માહિતી કમિશનર કરે છે અને તેમાં વધુમાં વધુ 10 માહિતી કમિશનર હોઈ શકે છે.

હીરાલાલ સામરિયાનો જન્મ રાજસ્થાનના ભરતપુર જિલ્લાના એક દૂરના અને નાના ગામ પહારીમાં થયો હતો.તેઓ 1985 બેચના IAS અધિકારી છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે આજે સવારે 10 વાગ્યે યોજાયેલા સમારોહમાં હીરાલાલ સામરિયાને કેન્દ્રીય માહિતી આયોગમાં મુખ્ય માહિતી કમિશનર તરીકેના શપથ લેવડાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો, દિવાળીએ અયોધ્યામાં બનશે રેકોર્ડ, લાખો દીવાથી ઝળહળશે સરયૂ ઘાટ

Back to top button