ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ
હિન્દુજા ગ્રુપના ચેરમેન એસપી હિન્દુજાનું નિધન, લંડનમાં લીધા અંતિમ શ્વાસ


હિન્દુજા ગ્રુપના ચેરમેન અને ચાર હિન્દુજા ભાઈઓમાં સૌથી મોટા શ્રીચંદ પરમાનંદ હિન્દુજાનું લંડનમાં અવસાન થયું હતું. હિન્દુજા 87 વર્ષના હતા. હિન્દુજા પરિવારના પ્રવક્તાએ તેમના મૃત્યુની જાણકારી આપી.

હિન્દુજા પરિવારના પ્રવક્તાનું નિવેદન
શ્રીચંદ પરમાનંદ હિન્દુજા છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. પ્રવક્તાએ કહ્યું, “ગોપીચંદ, પ્રકાશ અને અશોક હિંદુજા સહિત સમગ્ર હિંદુજા પરિવારને ખૂબ જ દુઃખ સાથે જાણ કરવામાં આવે છે કે પરિવારના વડા અને હિન્દુજા ગ્રુપના અધ્યક્ષ એસપી હિન્દુજાનું નિધન થયું છે.”
જણાવી દઈએ કે ભારતીય મૂળના હિન્દુજાએ પાછળથી બ્રિટનની નાગરિકતા લઈ લીધી હતી અને તેઓ માત્ર લંડનમાં જ રહેતા હતા.