ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અયોધ્યાની કોકા-કોલા ફેક્ટરીમાં હિન્દુ કર્મચારીઓને રક્ષાસૂત્ર કાપવાની ફરજ પડી, જૂઓ વીડિયો

  • વીડિયો બહાર આવ્યા બાદ કંપની દ્વારા સ્પષ્ટીકરણ પણ આપવામાં આવ્યું

અયોધ્યા, 27 સપ્ટેમ્બર: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં કોકા કોલા કંપનીનો એક વીડિયો બહાર આવ્યો છે જેમાં કંપનીની અંદર જતા તમામ હિન્દુ કર્મચારીઓના કાંડા પર પહેરેલા રક્ષાસૂત્ર કાપવાની ફરજ પાડવામાં આવે છે. આ રક્ષાસૂત્ર કાપ્યા વગર કોઈ કર્મચારીને અંદર પ્રવેશ કરવા દેવામાં આવતા નથી.  વીડિયોમાં જોઈ શકાય છે કે, જ્યાંથી કર્મચારીઓ કંપનીમાં પ્રવેશી રહ્યા છે ત્યાં સુરક્ષા ગાર્ડ તેમની તપાસ કરી રહ્યા છે અને અંદર જતા પહેલા તેઓ કર્મચારીઓના રક્ષાસૂત્ર કાપીને ટેબલ પર રાખી રહ્યા છે. ટેબલ પર ઘણા રક્ષાસૂત્ર કાપીને રાખવામાં આવ્યા છે. એક વ્યક્તિએ આ બાબતનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. આ વીડિયો બહાર આવ્યા બાદ કંપની દ્વારા સ્પષ્ટીકરણ પણ આપવામાં આવ્યું છે.

જૂઓ વીડિયો

રક્ષાસૂત્ર કાપીને હિન્દુઓનું અપમાન

મળતી માહિતી મુજબ, જે વીડિયો બહાર આવ્યો છે તે અયોધ્યાના પુરા કલંદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી કોકા-કોલા કંપનીનો છે. અહીં એક વ્યક્તિ કામ માટે અંદર જઈ રહ્યો હતો અને પરંતુ તેણે હાથ પર રક્ષાસૂત્ર બાંધ્યું હતું. જ્યારે સિક્યોરિટી ગાર્ડે તેને રક્ષાસૂત્ર કાપવાનું કહ્યું તો તેણે સમગ્ર ઘટનાનો વીડિયો રેકોર્ડ કર્યો. વીડિયોમાં જોઈ શકાય છે કે, વ્યક્તિ વારંવાર કહી રહ્યો છે કે રક્ષાસૂત્ર કાપીને હિન્દુઓનું અપમાન થઈ રહ્યું છે.

વીડિયોમાં તે વ્યક્તિ સિક્યોરિટી ગાર્ડ સાથે વાત કરતો પણ જોવા મળે છે. વીડિયો બનાવનાર વ્યક્તિની સામે અન્ય વ્યક્તિના રક્ષાસૂત્ર સુરક્ષા ગાર્ડ અંદર જતા પહેલા કાપી નાખતો જોવા મળે છે. તે છરી વડે દરેકના રક્ષાસૂત્ર કાપીને ટેબલ પર મૂકે છે. ટેબલ પર રક્ષાસૂત્રનો ઢગલો છે. વીડિયો બનાવનાર વ્યક્તિ કહી રહ્યો છે કે, અયોધ્યા જેવી જગ્યાએ હિન્દુઓનું અપમાન થઈ રહ્યું છે. તે માણસ એમ પણ કહેતો સાંભળવા મળે છે કે, તે એવો હિન્દુ નથી કે થોડા રૂપિયા માટે રક્ષાસૂત્ર કપાવી લે.

વ્યક્તિએ આ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો જે બાદ વીડિયો વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થયા બાદ જ્યારે કંપનીને મીડિયા કર્મીઓ દ્વારા સવાલો પૂછવામાં આવ્યા તો અધિકારીઓને જાણ કરવાના નામ પર ટાળતા રહ્યા. પહેલા તો કંપનીએ કોઈપણ પ્રકારનું નિવેદન આપવાનો ઈન્કાર કરી દીધો, ત્યારબાદ અમૃત બોટલર્સ પ્રાઈવેટ લિમિટેડના સુરક્ષા અધિકારી સચ્ચિદાનંદ તિવારીએ જણાવ્યું કે, 21 સપ્ટેમ્બરના રોજ તેમની ડ્યુટી ગેટ નંબર 1 પર હતી. નિયમો અનુસાર કડુ, વીંટી, બ્રેસલેટ અને કાંડા ઘડિયાળ પહેરીને કંપનીમાં પ્રવેશવા પર પ્રતિબંધ છે. આ વસ્તુઓ પ્રક્રિયા વિસ્તારમાં પીણાંને દૂષિત કરી શકે છે.

આવી કોઈ સૂચના નહોતી

સુરક્ષા અધિકારી સચ્ચિદાનંદ તિવારીએ કહ્યું કે, સુરક્ષા ગાર્ડે નિયમોની ગેરસમજ થઈ અને રક્ષાસૂત્રને કાપવાનો પ્રયાસ કર્યો. જ્યારે કંપની દ્વારા આવી કોઈ સૂચના ન તો પહેલા આપવામાં આવી હતી ન તો આજે અને ન તો ભવિષ્યમાં આપવામાં આવશે. સિક્યોરિટી ગાર્ડની ભૂલ હતી જેના કારણે તેણે આવું કરવાનું શરૂ કર્યું. આ બાબત તેની જાણમાં આવતા જ તેણે તરત જ સિક્યોરિટી ગાર્ડને અટકાવ્યો હતો. તેમણે કહ્યું કે, જો આ ઘટનાથી કોઈની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી હોય, તો તેઓ તેમના માટે દિલગીરી વ્યક્ત કરે છે.

આ પણ જૂઓ: દિવાળી અને છઠ્ઠપૂજામાં ઘરે જતા મુસાફરો માટે રેલવેની મોટી જાહેરાત, જાણો શું

Back to top button