સિંગાપોરમાં મંદિરના ઘરેણાં પૂજારીએ ગિરવે મૂક્યા, કોર્ટે ફટકારી આકરી સજા
એશિયાના સૌથી વિકસિત દેશ એવા સિંગાપોરમાં સૌથી જૂના હિંદુ મંદિર શ્રી મરિયમ્મનના 39 વર્ષીય ભારતીય મૂળના મુખ્ય પૂજારીની મંગળવારે (30 મે) 20 લાખ સિંગાપોર ડોલર (12 કરોડ 39 લાખ)કરતાં વધુની કિંમતના મંદિરના ઘરેણાં ગિરવે મૂકવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. તેમને એક વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. સિંગાપોરના એક સ્થાનિક મીડિયાના સમાચારમાંથી આ માહિતી મળી છે.
આરોપી પૂજારીનું નામ કંદસામી સેનાપતિ છે. કંદસામી ડિસેમ્બર 2013થી ચાઇનાટાઉન જિલ્લાના શ્રી મરિયમ્માન મંદિરમાં પૂજારી તરીકે હિન્દુ એન્ડોમેન્ટ્સ બોર્ડ દ્વારા કાર્યરત હતા. પૂજારીએ 30 માર્ચ 2020ના રોજ રાજીનામું આપ્યું હતું.
2016થી 2020 વચ્ચે મંદિરના ઘરેણાં ગીરવે મુક્યા
સેનાપતિએ છેતરપિંડીના બે આરોપો અને ગુનાની રકમ દેશની બહાર મોકલવાના બે આરોપો માટે દોષિત કબૂલ્યા હતા. અહેવાલ અનુસાર, સજા કરતી વખતે અન્ય છ આરોપો ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. કોવિડ-19 રોગચાળા દરમિયાન 2020માં ભારતીય નાગરિકનો ગુનો પ્રકાશમાં આવ્યો હતો. સેનાપતિએ 2016માં ઘરેણાં ગિરવે રાખવાનું શરૂ કર્યું હતું. બાદમાં મંદિરના અન્ય દાગીના ગીરવે મૂકીને મેળવેલા નાણાંનો ઉપયોગ કરીને પહેલેથી જ ગીરવે મુકેલા દાગીનાને છોડાવ્યા હતા. સિંગાપોરના સ્થાનિક સમાચારોએ જણાવ્યું હતું કે માત્ર 2016માં જ સેનાપતિએ 172 વખત મંદિરમાંથી 66 સોનાના ઘરેણા ગીરવે મૂક્યા હતા. તેણે 2016 અને 2020 વચ્ચે ઘણી વખત આવા કૃત્યો કર્યા હતા.
પુજારીએ પોતાનો ગુનો કબુલ્યો
સિંગાપોરના સ્થાનિક સમાચારોએ જણાવ્યું હતું કે માત્ર 2016માં જ સેનાપતિએ 172 વખત મંદિરમાંથી 66 સોનાના ઘરેણા ગીરવે મૂક્યા હતા. તેણે 2016 અને 2020 વચ્ચે ઘણી વખત આવા કૃત્યો કર્યા હતા. સેનાપતિને 2016 અને 2020ની વચ્ચે ગીરવે રાખીને દુકાનોમાંથી2,328,760 સિંગાપુરના ડોલર મળ્યા જેમાંથી કેટલાક તેમણે તેમના બેંક ખાતામાં જમા કર્યા અને લગભગ 141,000 સિંગાપુરના ડોલર ભારતમાં મોકલ્યા હતા. સભ્યોએ ઓડિટનો આગ્રહ રાખ્યા બાદ સેનાપતિએ પોતાનો ગુનો કબૂલ કર્યો અને સ્વીકાર્યું કે તેણે દાગીના ગીરવે મૂક્યા હતા.
આ પણ વાંચો: કુનોથી નૌરાદેહી શિફ્ટ થશે ચિત્તા, 6 ચિત્તાના મોત બાદ સરકાર એલર્ટ