હિન્દુ સેનાએ દિલ્હીમાં બાબર રોડના સાઈન બોર્ડ પર અયોધ્યા માર્ગનું સ્ટીકર ચોંટાડ્યું
નવી દિલ્હી, 20 જાન્યુઆરી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હિન્દુ સેનાના કાર્યકરોએ બાબર રોડનું નામ બદલીને અયોધ્યા રોડ કરવાની માંગ કરી છે. હિન્દુ સેનાના કાર્યકરોએ બાબર રોડની તકતી પર અયોધ્યા માર્ગનું પોસ્ટર ચોંટાડ્યું હતું. હિન્દુ સેનાના પ્રમુખ વિષ્ણુ ગુપ્તાએ કહ્યું, ‘હિન્દુ સેના લાંબા સમયથી બાબર રોડનું નામ બદલવાની માંગ કરી રહી છે. આ દેશ ભારત ભગવાન શ્રી રામ, શ્રી કૃષ્ણ, શ્રી વાલ્મીકિ, ગુરુ રવિદાસ જેવા મહાપુરુષોનો દેશ છે. અયોધ્યામાં શ્રી રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. જ્યારે બાબરની બાબરી નથી રહી તો પછી દિલ્હીમાં બાબર રોડનો શું ઉપયોગ?’
#WATCH | Sticker of ‘Ayodhya Marg’ put up by Hindu Sena activists on Babar Road in Delhi has now been removed. pic.twitter.com/Y7eKCHd7Ar
— ANI (@ANI) January 20, 2024
અયોધ્યા માર્ગ લખેલા સ્ટીકરની તસવીર વાયરલ
બાબર રોડના બોર્ડ નીચે હિન્દુ સેના દ્વારા લગાવવામાં આવેલા પોસ્ટરની એક તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં અયોધ્યા રોડ લખેલું જોવા મળે છે. જો કે થોડા સમય બાદ રોડ બોર્ડ પરથી આ પોસ્ટર હટાવી દેવામાં આવ્યું છે. નોંધનીય છે કે, 22 જાન્યુઆરીએ અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાવાનો છે. આ મંદિર એ જ જગ્યાએ બનેલું છે જ્યાં મુઘલ શાસક બાબરના નામ પર મસ્જિદ બનાવવામાં આવી હતી. હિન્દુ સેનાએ અગાઉ 8 જાન્યુઆરીએ નવી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (NDMC)ને પત્ર લખીને રસ્તાનું નામ બદલીને બાબર રોડથી અયોધ્યા માર્ગ કરવાની માંગ કરી હતી.
Hindu Sena activists put a sticker of ‘Ayodhya Marg’ on Babar Road in Delhi. pic.twitter.com/3gTKO5ZqHA
— ANI (@ANI) January 20, 2024
હિન્દુ સેનાએ બાબર રોડનું નામ બદલવાની કરી હતી માંગ
હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ NDMC અધ્યક્ષને લખેલા પત્રમાં નવી દિલ્હીના બંગાળી માર્કેટ સ્થિત બાબર રોડનું નામ બદલવાની વિનંતી કરી છે. જેમાં તેમણે લખ્યું હતું કે, ‘જેહાદી બાબરે ભારતના લોકો પર અત્યાચાર ગુજાર્યો અને બળજબરીથી હિંદુઓનું ધર્માંતરણ કરાવ્યું, અમારા મઠ તોડી નાખ્યા અને મંદિરો બનાવ્યા અને બળજબરીથી મસ્જિદો બનાવી.’ તેમણે પત્રમાં એમ પણ લખ્યું કે, આપણે બધા બાબરની કહાનીથી વાકેફ છીએ કે બાબર ઘૂસણખોર, આક્રમણખોર, જેહાદી આતંકવાદી હતો. બાબર રોડ હિંદુઓ પર બાબર દ્વારા કરવામાં આવેલ ક્રૂરતા અને અત્યાચારની યાદ અપાવે છે. આથી આપને નમ્ર વિનંતી છે કે આ રોડનું નામ બદલીને અયોધ્યા માર્ગ કરવામાં આવે.
આ પણ વાંચો: કર્ણાટક: બાબરી ધ્વંસ કેસમાં હિંદુ કાર્યકર્તાની ધરપકડ સામે BJPનો વિરોધ