ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

CAA વિરુદ્ધ નિવેદન બાદ કેજરીવાલના ઘરની બહાર હિન્દુ રેફ્યુજીઓનો વિરોધ

Text To Speech
  • મહિલાઓ અને બાળકો સહિત મોટી સંખ્યામાં હિન્દુ રેફ્યુજી કેજરીવાલનો વિરોધ કરવા પહોંચ્યાં

નવી દિલ્હી, 14 માર્ચ: CAA પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવેદન બાદ હિન્દુ રેફ્યુજીઓએ તેમના ઘરની સામે વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું છે. પ્રદર્શનમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. પોલીસે તમામ પ્રદર્શનકારીઓને મુખ્યમંત્રી કેજરીવાલના ઘરની સામે બેરિકેડ લગાવીને રોક્યા છે. આ વિરોધ વચ્ચે સીએમ કેજરીવાલે કહ્યું કે, “મેં બુધવારે જે કહ્યું હતું કે કેવી રીતે CAA દેશ માટે ખતરનાક છે અને તેના અમલીકરણથી દેશભરમાં પડોશી દેશોમાંથી મોટી સંખ્યામાં ઘૂસણખોરો કેવી રીતે દેશમાં પ્રવેશ કરશે. તેના પર આજે ગુરુવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાનું નિવેદન આપ્યું છે. જેનો જવાબ હું પ્રેસ કોન્ફરન્સ કરીને આપીશ.”

 

 

સીએમ કેજરીવાલના નિવેદનનું AAPએ શું કહ્યું ?

આમ આદમી પાર્ટીએ સીએમ કેજરીવાલના નિવેદનનું સમર્થન કરતા ભાજપ પર નિશાન સાધ્યું છે. AAPના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા કક્કરે કહ્યું છે કે, ‘અમારી દીકરીઓ પાકિસ્તાનથી આવતા લોકોથી કેવી રીતે સુરક્ષિત રહેશે. જો કેજરીવાલ ભ્રષ્ટ હોત તો તે અત્યાર સુધીમાં ભાજપમાં જોડાઈ ગયો હોત. જેઓ પાકિસ્તાનથી આવશે તેઓ ઝૂંપડપટ્ટીમાં રહેશે. જ્યારે તેઓ લોકોના ઘરની સામે રહે છે, ત્યારે શું સામાન્ય લોકોની દીકરીઓ તેમનાથી સુરક્ષિત રહેશે? રમખાણો થશે, લૂંટફાટ વધશે. શું ભાજપ કાયદો અને વ્યવસ્થાની ગેરેંટી આપશે?

સીએમ કેજરીવાલે CAA પર પ્રતિક્રિયા આપતા શું કહ્યું હતું ?

દિલ્હીના સીએમ કેજરીવાલે CAA પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, આ કાયદો લાગુ થયા બાદ 1947ની સરખામણીમાં વધુ સ્થળાંતર થશે. આ કાયદાના અમલ સાથે, જો પાકિસ્તાનના લોકો ભારતમાં આવશે તો તે કેટલા સુરક્ષિત રહેશે? ચોરી, દુષ્કર્મ, લૂંટ અને રમખાણો વધશે. જો પાકિસ્તાન અને બાંગ્લાદેશના લોકો તમારા ઘરની નજીક આવીને ઝૂંપડપટ્ટી બાંધે તો તમને તે ગમશે?

આ પણ જુઓ: CAAનો કાયદો ક્યારેય પરત લેવામાં આવશે નહીં: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

Back to top button