ગુજરાતટ્રેન્ડિંગવિશેષ

હિન્દુ પરિષદના કાર્યકરોને ખ્રિસ્તી પરિવારે ભણાવ્યા બંધારણના પાઠ, સોશિયલ મીડિયા પર વિડીયો થયો વાયરલ

Text To Speech

સનાતન ધર્મમાં પરત ફરવા ખ્રિસ્તી પરિવારોને સમજાવવા જતાં હિન્દુ પરિષદના કાર્યકરોને પરિવારે બંધારણમાં આપેલ પોતાના અધિકારો જણાવ્યા હતા. સનાતન ધર્મમાં પરત ફરવા માટે પરિવારને સમજાવવા આવેલ હિન્દુ પરિષદના કાર્યકરોને આકરા સવાલો પણ કર્યા હતા જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોએ આ અંગે અલગ અલગ પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge (@humdekhenge_news)

હિન્દુ પરિષદના કાર્યકરોને પરિવારે કર્યા આકરા સવાલો

ભાવનાગર જિલ્લાના શિહોર તાલુકાનો એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં ધર્મને લઈ બબાલ થતી જોવા મળી રહી છે.સનાતન ધર્મમાં પરત ફરવા ખ્રિસ્તી પરિવારોને સમજાવવા જતાં હિન્દુ પરિષદના કાર્યકરોને આકરા સવાલોનો સામનો કરવો પડ્યો હતો. આ પરિવારે હિન્દુ પરિષદના કાર્યકરોને સમજાવ્યું કે “ભારત બિનસાંપ્રદાયિક દેશ છે જેમાં બધાને પોતાનો ધર્મ પાળવાનો અને તેનો પ્રચાર -પ્રસાર કરવાનો અધિકાર છે. જેથી તમે અમને અમારા ધર્મ પાળતા અટકાવી ન શકો” આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ લોકો ઘર્મને લઈને અલગ અલગ વાતો કરી રહ્યા છે.

જાણો લોકોએ શું પ્રતિક્રિયા આપી

લોકોએ કહ્યું કે “દલિતોને હિન્દુ માનવામાં આવતા જ નથી, જો દલિતો ને હિન્દુ માનવામાં આવતા હોત તો અહીંયા દલિત પરીવાર નહીં પરંતુ હિન્દુ પરિવાર લખ્યું હોત….. બીજી વાત કે ભારતીય સંવિધાનમાં દરેકને પોત પોતાની રીતે કોઈ પણ ધર્મ અપનાવાનો અધિકાર આપવામાં આવ્યો છે તો કોઈ પણ સંગઠન કે રાજકીય પક્ષ ને આ બાબતમાં રસ લેવાની કે વિરોધ કરવાની જરૂર નથી”.

વધુમાં તેમણે જણાવ્યું કે ” જે લોકો હિન્દુ કે અન્ય કોઈ પણ ધર્મ પાળવા માટે દબાણ કરે છે તો એમને જણાવી દેવું કે અમે આધુનિક ભારતના નાગરિકો છીએ પાકિસ્તાનનાં નથી કે તમે કોઈ પણ વ્યક્તિ પર ધર્મ અપનાવવા દબાણ કરી શકો.આ સાથે જ લોકો અનેક સવાલો કરી રહ્યા છે.”

આ પણ વાંચો : સુરેન્દ્રનગર : સમઢીયાળા ગામે જૂથ અથડામણ મામલે મોટી કાર્યવાહી, 2 PSI સસ્પેન્ડ

Back to top button