બિઝનેસ

હિંડેનબર્ગ વિવાદથી અદાણી વિશ્વના ટોપ-10 ધનવાનોની શ્રેણીમાંથી આઉટ

અમેરિકન શોટ સેલરના વિવાદ પછી અડાણીની સંપતિમાં ઘટાડો થયો છે. આ ઘટાડાની અસરથી અત્યાર સુધીમાં અદાણી ગ્રુપના શેરનું મૂલ્ય ઘટીને લગભગ 65 અબજ ડોલર ઓછું થઇ ગયું છે. અદાણી ટ્રાન્સમિશન, અદાણી ટોટલ ગેસ, અદાણી ગ્રીન એનર્જી, અદાણી પાવર અને અદાણી વિલમરમાં સોમવારે 5 ટકાથી 20 ટકા વચ્ચે ઘટાડો નોંધાયો છે. આ અઠવાડિયું અદાણી એન્ટરપ્રાઇઝ માટે ખૂબ જ મહત્વનું થઇ શકે છે.

સોમવારે અદાણી ગ્રુપના શેરોમાં ઘણો ઘટાડો જોવા મળ્યો. હકીકતમાં ભારતીય સમૂહની અમેરિકન શોર્ટ સેલરના આરોપોનું ખંડન રોકાણકારોની અપેક્ષાઓને દુર કરવામાં નિષ્ફળ રહ્યા. આ ઘટાડા પછી અત્યાર સુધીમાં અદાણી ગ્રુપના શેરોનું મૂલ્ય લગભગ 65 અજબ ડોલર ઓછું થઇ ગયું છે. એશિયાના સૌથી ધનિક એવા ગૌતમ અદાણીની આગેવાનીવાળું ગ્રુપ અત્યારે હિંડેનબર્ગ સંશોધનના આરોપમાં સંઘર્ષ કરી રહી છે. જોકે આ ગ્રુપે રવિવારે શોર્ટ સેલરના રીપોર્ટ પર પલટવાર કર્યો જેમાં તેઓનું દેવાના સ્તરો અને ટેક્સ  હેવન્સના ઉપયોગ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.

Adani vs Hindenburg Hum Dekhenege News

શેરોમાં 20 ટકા ઘટાડો

અદાણી ટ્રાન્સમિશન, અદાણી ટોટલ ગેસ, અદાણી ગ્રીન એનેર્જી, અદાણી પાવર અને અદાણી વિલમરમાં સોમવારે 5 ટકાથી 20 ટકા ઘટાડો નોધાયો. આ અઠવાડિયું અદાણી એન્ટરપ્રાઇજ માટે ખૂબ જ મહત્વનું હોઈ શકે છે. અદાણી એન્ટરપ્રાઇજના 2.5 અજબ ડોલરના શેર વેચાણ એટલે કે FPOના બીજા દિવસે રોકાણકારો તરફથી નિરાશાજનક પ્રતિક્રિયા મળી. શેર પણ સોમવારે ૩,246 રૂપિયા પ્રતિ શેરના અપર બેન્ડની તુલનામાં લગભગ 7 ટકા નીચે બંધ થયું.

આ પણ વાંચો: આજથી સંસદના બજેટ સત્રનો પ્રારંભ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બંને ગૃહોને સંબોધશે

FPOની માત્ર ૩ ટકા જ માંગ થઇ

શેરબજારના ડેટા અનુસાર સોમવારે અદાણીને 14 લાખ શેર એટલે કે માત્ર ૩ ટકા જ માંગ થઇ. આ ઓફર 4.55 કરોડ શેરોની છે. ડીલ મંગળવારે બંધ થઇ જશે. ડેટા અનુસાર અત્યાર સુધીમાં  વિદેશી અને DIIની સાથે મ્યુચ્યુઅલ રોયટર્સની એક રીપોર્ટમાં મોતીલાલ ઓસવાલ ફાયનાન્શિયલ સર્વિસીસના ઇક્વિટી રણનીતિકાર હેમાંગ જાનીએ કહ્યું ”વર્તમાન બજાર ભાવ પર રીટેલ ભાગીદારી ઓછી રહેવાનું અનુમાન છે. હિંડેનબર્ગ વિવાદ પછી સેન્ટીમેન્ટને ઝટકો લાગ્યો છે.” તેઓએ કહ્યું કે આજનો દિવસ FPO માટે ખૂબ જ મહત્વનો રહેશે. જોવું રહ્યું કે સંસ્થાકીય રોકાણકારોની ભાગીદારી કેવી રહે છે.

આ પણ વાંચો:Budget Session 2023 Live : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું સંબોધન, કેન્દ્ર સરકારની નીતિઓ અંગે કરી મહત્વની વાતો

શું અદાણી ગ્રુપ FPOની સમયમર્યાદા વધારશે?

જોકે અદાણી ગ્રુપે શનિવારે જ કહી દીધું છે કે FPOનો શરૂઆતનો મુદ્દો ભાવ બની રહેશે. સુત્રો મુજબ શેરના ભાવનાં ઘટાડાને લીધે આની સમયમર્યાદા 31 જાન્યુઆરીથી વધારવાનું વિચારી રહ્યા છે. ભારતીય રેગ્યુલેશનના નિયમો કહે છે કે શેર ઓફરિંગએ ઓછામાં ઓછા 90 ટકા ભરવા જોઈએ અને જો એવું ન થાય તો જારી કરનારને પાછા આપવા પડશે.

Back to top button