બિઝનેસ

હિંડનબર્ગ અસર યથાવત, અદાણી ગ્રુપને 3 કલાકમાં 50 કરોડનું નુકસાન

અદાણી ગ્રુપ માટે હિંડનબર્ગ માથાના દુ:ખાવા સમાન બની ગયો છે. હિંડનબર્ગ રિપોર્ટ પછી અદાણી ગ્રુપની કંપનીઓને સતત નુકસાન થઇ રહ્યું છે. વિશ્વના ટોપ-5માં ધનવાનોમાં સ્થાન પામનાર આજે ટોપ-20માં પણ સ્થાન જાળવી શક્યો નથી. હિંડનબર્ગ રિપોર્ટને લીધે અદાણી ગ્રુપ દિવસેને દિવસે નીચે આવી રહ્યું છે. આજે સોમવારે પણ અદાણી કંપનીઓના શેરોમાં 10 ટકા ઘટાડો જોવા મળ્યો છે. અદાણીના 10 શેરોમાંથી 6 પોતાની લોઅર સર્કિટ લિમિટમાં જોવા મળી રહ્યા છે. જેના લીધે અદાણી ગ્રુપના માર્કેટ કેમ્પમાં 50 હજાર કરોડથી વધુ નુકસાન થયું છે.

આ પણ વાંચો:અદાણી ગ્રુપે આખરે હિંડનબર્ગના રિપોર્ટ સામે 413 પાનાનો જવાબ આપ્યો, ભારત વિરુદ્ધ ખોટા ષડયંત્ર ઉભા કરવાનો દાવો

કઈ કંપનીના શેરોમાં ઘટાડો થયો?

અદાણી ટ્રાન્સમિશનના શેરોમાં 10 ટકા ઘટાડા સાથે કંપનીનો શેર 1,261.40 રૂપિયા પર આવી ગયો છે. અદાણીની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઈઝિઝના શેર 7.5 ટકાના ઘટાડા સાથે 1,465 રૂપિયા પર આવી ગયો છે. એ સિવાય અદાણી ગ્રીન એનેર્જી, અદાણી પાવર, અદાણી ટોટલ ગેસ, અદાણી વિલ્મર 5 ટકા અને NDTVના શેરોમાં 4.98 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો:સંસદથી લઈ શેર બજાર અને સોશિયલ મીડિયા પર ‘અદાણી જ અદાણી…’!!!

50 હજાર કરોડનું નુકસાન

સોમવારે શેરોમાં ઘટાડાને કારણે ગણતરીના કલાકોમાં જ વેપારમાં 10 કંપનીઓના અદાણી ગ્રુપના માર્કેટ કેમ્પમાં 50 હજાર કરોડથી વધુ નુકસાન થઇ ગયું છે. અદાણી ગ્રુપની કંપનીઓનું જોઈન્ટ માર્કેટ કેમ્પ ઘટીને 9.58 લાખ કરોડ રૂપિયા થઇ ગયું. છેલ્લા 8 વેપારી સત્રમાં લગભગ 10 લાખ કરોડ રૂપિયાથી વધારે નુકસાન થઇ ગયું છે.

આ પણ વાંચો:FPO શું છે? તે IPO થી કેવી રીતે અલગ છે? અદાણીના FPO માં રોકાયેલા પૈસા પાછા કેવી રીતે મેળવશો?

FPO પાછા લેવા પડ્યા હતા

માર્કેટમાં થયેલ ખરાબ પ્રદર્શનથી અદાણી એન્ટરપ્રાઈઝિઝને આંતરરાષ્ટ્રીય બોન્ડ અને FPOના માધ્યમથી લગભગ 500 મિલિયન ડોલરનો વધારો કરવાની યોજનાને સ્થગિત કરવા માટે મજબુર થવું પડ્યું. અદાણી FPOએ દેશનો સૌથી મોટો FPO હતો, જોકે તેને સંપૂર્ણ રીતે સબક્રાઈબ કરી લીધું હતું. પરંતુ અદાણી ગ્રુપમાં સતત ઘટાડાને કારણે ગૌતમ અદાણીએ તેને પરત લઇ લીધો.

આ પણ વાંચો:SEBI એ આખરે અદાણી ગ્રુપના શેર અંગે આપી પ્રતિક્રિયા, શું ભરશે પગલાં ?

AELનો શેર કેટલો હોવો જોઈએ?

અમેરિકા બેસ્ડ વેલ્યુએશન ગુરુ દામોદરનનું કહેવું છે કે જો કોઈ હિંડનબર્ગ રીપોર્ટમાં લગાવેલ આરોપોને ખોટા માને છે તેમ છતાં પણ શેરની કિંમત ખૂબ વધારે છે. ફાઈનાન્સ પ્રોફેસર દ્વારા પોતાના બ્લોગમાં કરવામાં આવેલ શેરની વિસ્તૃત ગણતરીથી ખબર પડે છે કે શેરનું વ્યાજબી મૂલ્ય લગભગ 945 રૂપિયા પ્રતિ ડોલર હોવું જોઈએ. જેમાં છેતરપીંડી અને દુર્ભાવના જેવા હિંડનબર્ગના આરોપ સામેલ નથી. દામોદરને કહ્યું કે 1,531 પ્રતિ શેર સાથે પણ કંપનીની કિંમત ખૂબ વધારે છે.

Back to top button