ટોપ ન્યૂઝનેશનલ

હિંડનબર્ગ-અદાણી વિવાદ : સુપ્રીમ કોર્ટે કહ્યું, ‘અમે પારદર્શિતા ઈચ્છીએ છીએ’

અદાણી ગ્રુપની કંપનીઓની તપાસની માંગ કરતી અરજીઓ પર શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કમિટીની રચના અંગે પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે. CJI DY ચંદ્રચુડે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ પોતાની કમિટી નીમશે. અમે ઈચ્છીએ છીએ કે આ મામલે સંપૂર્ણ પારદર્શિતા હોવી જોઈએ. વાસ્તવમાં, સરકાર દ્વારા સમિતિના સભ્યો માટે નામો સીલબંધ કવરમાં સૂચવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : IPS અધિકારીઓને તેમના માનીતા અધિકારીઓથી દૂર કરવા ગૃહ વિભાગ એક્શન મોડમાં

સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે કેન્દ્ર સરકારના સીલ કવરના સૂચનને સ્વીકારીશું નહીં. CJIએ કહ્યું કે જો અમે સીલ કવરના સૂચનને સ્વીકારીશું તો લોકો સમજી જશે કે સરકાર દ્વારા નિયુક્ત કમિટી છે. જો અમે તમારા સૂચનો સ્વીકારીએ તો બીજાને પણ જણાવવું પડશે. આ કમિટી શેરબજારની કામગીરીમાં સુધારો કરવા માટેના ઉપાયો સૂચવશે. આ પછી, સુપ્રીમ કોર્ટે સમિતિની રચના અંગે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

આ પણ વાંચો : કોણ છે જ્યોર્જ સોરોસ, જેમના પર ભાજપ પ્રહાર કરી રહ્યું છે, જાણો વિગત

વકીલોએ કરેલ દલીલ :

  • એડવોકેટ વિશાલ તિવારીએ જણાવ્યું હતું કે તેમના શેરની ઊંચી કિંમત બતાવીને લોન લેતી કંપનીઓ પણ તપાસ હેઠળ આવવી જોઈએ.
  • એડવોકેટ એમએલ શર્માએ કહ્યું કે શોર્ટ સેલિંગની તપાસ થવી જોઈએ. CJIએ કહ્યું કે તમે પિટિશન દાખલ કરી છે, તો જણાવો કે શોર્ટ સેલર શું કરે છે.
  • એમએલ શર્માએ કહ્યું કે તેમનું કામ ડિલિવરી વિના શેર વેચવાનું અને મીડિયા દ્વારા ભ્રમ ફેલાવવાનું છે. તેના પર જસ્ટિસ નરસિમ્હાએ કહ્યું કે શોર્ટ સેલર્સ મીડિયાના લોકો છે. ત્યારે શર્માએ જવાબ આપ્યો કે ના. તેઓ બજારને પ્રભાવિત કરીને નફો કરવા જઈ રહ્યા છે.
  • એડવોકેટ પ્રશાંત ભૂષણે કહ્યું કે હિંડનબર્ગ રિપોર્ટમાં ગૌતમ અદાણી અને તેમની કંપનીઓ સામેના આરોપોની તપાસ થવી જોઈએ. શા માટે તેઓ પોતે અદાણીના 75% શેર ધરાવે છે? આની સમીક્ષા થવી જોઈએ. એ પણ જોવું જોઈએ કે LIC કેવી રીતે રોકાણ કરે છે? LICએ અદાણીને શેરની કિંમત વધારવામાં મદદ કરી છે.
  • એડવોકેટ વરુણ ઠાકુરે કહ્યું કે ગૌતમ અદાણી અને તેમના ભાઈ રાજેશ અદાણી વિરુદ્ધ તપાસ થવી જોઈએ અને આ બધું સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ થવું જોઈએ.

સીજેઆઈએ કહ્યું કે અમે કોઈનું નામ નથી લઈ રહ્યા. અમે જાતે કમિટી બનાવીશું. તેના પર દેખરેખ રાખવાની જવાબદારી કોઈપણ વર્તમાન ન્યાયાધીશને સોંપવામાં આવી નથી. અમે નિર્દેશ કરીશું કે તમામ એજન્સીઓ સમિતિને સહકાર આપે. અમેરિકન શોર્ટ સેલર કંપની હિંડનબર્ગ રિસર્ચે 24 જાન્યુઆરીએ એક રિપોર્ટ જાહેર કર્યો હતો. એવો દાવો કરવામાં આવ્યો હતો કે અદાણી ગ્રુપની કંપનીઓ સ્ટોકમાં હેરાફેરી કરી રહી છે. ત્યારથી ગ્રૂપ કંપનીઓના બજાર મૂલ્યમાં $100 બિલિયનથી વધુનો ઘટાડો થયો છે.

Back to top button