ટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસવર્લ્ડ

અદાણી ગ્રુપને બદનામ કરનારા હિંડનબર્ગ રિસર્ચની દુકાનને તાળા લાગ્યા, માલિકે કંપની બંધ કરવાની જાહેરાત કરી

Hindenberg Research Shuts Down: 16, જાન્યુઆરી 2025: અમેરિકાની શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચ હવે બંધ થઈ ચુકી છે. કંપનીના ફાઉંડર નેટ એંડરસને તેની ઘોષણા કરી છે. આ એજ હિંડનબર્ગ રિસર્ચ છે, જેણે અદાણી ગ્રુપ વિરુદ્ધ જાન્યુઆરી 2023માં રિસર્ચ રિપોર્ટ જાહેર કર્યો હતો, જે બાદ અદાણી ગ્રુપના શેરમાં ઝડપથી ઘટાડો જોવા મળ્યો હતો.

હિંડનબર્ગ રિસર્ચના પ્રમુખે કેમ લીધો આવો નિર્ણય

નેટ એંડરસને પોતાના નિવેદનમાં કહ્યું કે, હું ગત વર્ષના અંતથી પરિવાર, દોસ્તો અને અમારી ટીમ સાથે શેર કર્યું હતું કે, હં હિંડનબર્ગ રિસર્ચને ભંગ કરવાનો નિર્ણય લીધો છે. એંડરસને કહ્યું કે, ઈંવેસ્ટિગેટિવ આઈડીયાની અમારી પાઈપલાઈનને પુરી કર્યા બાદ કંપનીને બંધ કરવાનો વિચાર હતો. હિંડનબર્ગ રિસર્ચે હાલમાં જ પોંઝી સ્કીમો સાથે જોડાયેલ પોતાનો છેલ્લો પ્રોજેક્ટ પુરો કર્યો હતો, જેની સાથે તેમની ગતિવિધિઓ પર વિરામ લાગી ગયો છે.

અદાણી ગ્રુપ પર લગાવ્યો હતો આરોપ

અમેરિકાના હિંડનબર્ગ રિસર્ચ એલએલસીએ જાન્યુઆરી 2023માં અદાણી જૂથના સ્ટોકમાં શોર્ટ સેલિંગ કરવાનો દાવો કર્યો હતો. અદાણી જૂથના સ્ટોક્સ પોતાની હાઈ વેલ્યૂએશનથી 85 ટકા મોંઘા છે. હિંડનબર્ગ રિસર્ચે પોતાના રિપોર્ટમાં જૂથ પર માર્કેટ મૈનિપુલેશન ને અકાઉટિંગ ફ્રોડનો પણ આરોપ લગાવ્યો હતો. આ રિપોર્ટ સામે આવ્યા બાદ અદાણી જૂથના શેરમાં મોટો ઘટાડો નોંધાયો હતો. ત્યાર બાદ અદાણી જૂથના શેરનું માર્કેટ કેપ 10 લાખ કરોડ રુપિયાથી વધારે નીચે આવી ગયું હતું. આ રિપોર્ટ સામે આવ્યા બાદ અદાણી એન્ટરપ્રાઈઝિઝને 20000 કરોડ રુપિયાના ફોલો ઓન પબ્લિક ઓફર રદ કરવા પડ્યા હતાં.

અદાણી જૂથે આરોપોનું ખંડન કર્યું હતું

હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ પર અદાણી જૂથે પોતાની પ્રતિક્રિયામાં કહ્યું કે, અમે હિંડનબર્ગ રિસર્ચમાં છપાયેલ રિપોર્ટથી ચોંકી ગયા છીએ. કેમ કે તેમણે અમારી સાથે સંપર્ક કર્યા વિના સાચા તથ્યોને વેરિફાઈ કર્યા વિના આ રિપોર્ટ પબ્લિશ કર્યો છે. અદાણી જૂથે કહ્યું કે, આ રિપોર્ટ સિલેક્ટેડ ખોટી માહિતી અને વાસી, નિરાધાર અને બદનામ કરનારા આરોપોનો એક દુર્ભાવનાપૂર્ણ મિશ્રણ છે. જેણે ભારતની વડી અદાલતોમાં પારખવામાં આવ્યું છે અને તેને કોર્ટ દ્વારા રદ કરાઈ ચુક્યું છે. અદાણી જૂથે રિપોર્ટના ટાઈમિંગ પર પણ સવાલો ઊભા કર્યા હતા.

આ પણ વાંચો: BJP પ્રદેશ અધ્યક્ષ સાથે જોડાયેલા રેપ કેસમાં ટ્વિસ્ટ, પીડિતાના મિત્રનો નવો ખુલાસો

Back to top button