હિના ખાનનું બ્રેકઅપ થયું? એક પોસ્ટથી અટકળો શરૂ
મુંબઈ – 5 સપ્ટેમ્બર : લોકપ્રિય ટીવી અભિનેત્રી હિના ખાન અત્યારે ખરાબ ફેઝમાંથી પસાર થઈ રહી છે. અભિનેત્રી હિના ખાન બ્રેસ્ટ કેન્સરના ત્રીજા સ્ટેજમાં છે. હિના ખાન તબિયતને લઇને પોતાના ફેંન્સને સોશિયલ મીડિયા પર સતત અપડેટ આપતી રહે છે.
હિના ખાને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે અભિનેત્રીની લેટેસ્ટ પોસ્ટ પણ આ વાતનો સંકેત આપી રહી છે કે, હિના ખાને તેના લોંગ ટાઈમ બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે બ્રેકઅપ કરી લીધું છે.
શું હિના ખાનનું બ્રેકઅપ થઈ ગયું?
હિના ખાને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરી પર આવી એક પોસ્ટ શેર કરી છે. હિના ખાને પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, “જો મેં જીવનમાં કંઈ પણ શીખ્યું હોય તો તે એ છે કે જે લોકો તમને પ્રેમ કરે છે તે તમને ક્યારેય છોડતા નથી. “જે લોકો છોડે છે તેઓ તમારો ઉપયોગ કરી રહ્યા હતા.”
અભિનેત્રીની પોસ્ટ જોઈને હવે દરેક લોકો અનુમાન લગાવી રહ્યા છે કે તેણે તેના બોયફ્રેન્ડ રોકી સાથે બ્રેકઅપ કરી લીધું છે. જો કે, હિનાએ પોસ્ટમાં કોઈનું નામ મેન્સન નથી લખ્યું અને રોકીની કોઈ પ્રતિક્રિયા પણ સામે આવી નથી.
હિના અને રોકીની મુલાકાત
જોકે આ પહેલીવાર નથી. આ પહેલા પણ હિના અને રોકીના બ્રેકઅપના સમાચારની અફવાઓ તો આવી જ છે. હિના ખાન અને રોકી જયસ્વાલ છેલ્લા ઘણા સમયથી એકબીજાને ડેટ પણ કરી રહ્યાં છે. બંનેની મુલાકાત હિનાના પહેલા શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ના સેટ પર જ થઈ હતી. અહીંથી બંનેની મિત્રતા થઈ અને પછી તે પ્રેમમાં બદલાઈ ગઈ.
આ પણ વાંચો : પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેનાર એથ્લેટને તેના બોયફ્રેન્ડે પેટ્રોલ નાખીને સળગાવી, થયું કરૂણ મૃત્યુ