ઉત્તર ગુજરાત

હિંમતનગર : લેતીદેતીની નોકજોકમાં આવકવેરા વિભાગના દરોડા ! સત્ય અંધકારમય

Text To Speech

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં રોડ અને હાઇવેના કામો કરતાં મોટા કોન્ટ્રાક્ટરોને ત્યા આવકવેરા વિભાગના દરોડા પડ્યા હતા, જેમાં આરટીઓ સર્કલ પાસે આવેલી કોન્ટ્રાક્ટરોની પેઢીઓ પૈકી વિજાપુરા અને ખાનુસિયા નામની કોન્ટ્રાકટર પેઢીઓને ત્યા આ દરોડા પડ્યા હતા. ત્યારે કેટલાક આ લાઇનના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ એક પ્રોજેક્ટને લઈને આ પેઢીઓ અને તેના લાગતા વળગતા લોકો સાથે થોડા સમય અગાઉ થોડી નોકજોક થઈ હતી.

આ પણ વાંચો : કરંટ રિપેર્સના નામે ગુજરાતમાં વર્ષે કરોડો રૂપિયાનો ધુમાડો, પરિણામ શૂન્ય !
હિંમતનગર - Humdekhengenews આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હાઇવેના એક મોટા પ્રોજેક્ટને લઈને બંધ દરવાજે એક મોટી બેઠક થઈ હતી જે બેઠકમાં આ મોટા પ્રોજેક્ટને લઈને ચર્ચાઓ થઈ રહી હતી તે દરમિયાન પ્રોજેક્ટમાં લેતીદેતીની વાતને લઈને થોડી નોકજોક થઈ હતી જે બાદમાં મિટિંગ અધૂરી રહી ને બધા ઊભા થઈ ચાલવા માંડ્યા હતા. ત્યારબાદ 17 ફેબ્રુઆરી 2023 ના રોજ આ મોટો કોન્ટ્રાકટરની પેઢીઓને ત્યા આવકવેરા વિભાગના દરોડા પડ્યા હતા.

આ પણ વાંચો : CGSTના ભ્રષ્ટ મહેશ ચૌધરીના પાંચ દિવસના રિમાન્ડ દરમિયાન સીબીઆઈને મળ્યા વધુ પુરાવા
હિંમતનગર - Humdekhengenews ઉલ્લેખનીય છે કે આ તમામ પેઢીઓ જ્યાં આવકવેરા વિભાગના દરોડા પડ્યા હતા તે વર્ષે કરોડો રૂપિયાના હાઇવે અને રોડ ના કામ કરે છે અને વિદેશમાં પણ પ્રોજેક્ટ કરી ચૂક્યા છે. હવે આગામી સમયમાં આવકવેરા વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે કે પછી સમાધાન તે આવનાર સમયમાં જોવું રહ્યું.

Back to top button