ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

માનવતા રંગ લાવી: 72 કલાકમાં અમેરિકાથી ગુજરાત આવ્યું 16 કરોડનું ઈંજેક્શન, લોકોએ દિલ ખોલી દાન કર્યું ને માસૂમનો જીવ બચી ગયો

અમદાવાદ, 16 ફેબ્રુઆરી 2025: ગુજરાતમાંથી ફરી એક વાર માણસાઈ જોવા મળી છે. જ્યારે એક ગરીબ પરિવારના માસૂમનો જીવ બચાવવા માટે લોકોએ ફક્ત એક મહિનાની અંદર 16 કરોડ રુપિયા એકઠા કરી આપ્યા. એસએમએસ ટાઈપ-1થી પીડિત આ બાળકને અમેરિકામાં બનેલા મોંઘામાં મોઘા ઈંજેક્શનની જરુર હતી, જેને 72 કલાકમાં ભારતમાં લાવવામાં આવ્યું. ડોક્ટર્સની વિશેષ દેખરેખ હેઠળ તેને આ દવા આપવામાં આવી અને હવે તેની સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે.

માસૂમને હતી દુર્લભ સ્પાઈનલ મસ્કુલર એટ્રોફી બીમારી

ગુજરાતના હિમ્મતનગરમાં એક 20 મહિનાના માસૂમને દુર્લભ જેનેટિક બીમારી સ્પાઈનલ મસ્કુલર એટ્રોફી હતી, જેની સારવાર ખૂબ જ મોંઘી હતી. આ બીમારીની સારવાર માટે અમેરિકામાં મળતું એક ઈંજેક્શન જ દવા હતી.જેની કિંમત 16 કરોડ રુપિયા હતી. બાળકના પરિવારે મદદ માટે લોકો પાસે હાથ લંબાવ્યો અને લોકોએ પણ માસૂમનો જીવ બચાવવામાં જરાં પણ પાછી પાની કરી નહીં અને દિલ ખોલીને મદદ કરતા એક મહિનાની અંદર 16 કરોડ જેવી રકમ ભેગી કરી આપી.

-70 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં રાખવામાં આવ્યું હતું ઈંજેક્શન

સોમવારે આ ઈંજેક્શન અમેરિકાથી અમદાવાદ લાવવામાં આવ્યું. તેની ખાસિયત એ હતી કે તેને -70 ડિગ્રી સેલ્સિયસમાં રાખવું જરુરી હતું. તેને દુબઈ થઈને દિલ્હી લાવવામાં આવ્યું બાદમાં તેને અમદાવાદ લાવવામાં આવ્યું.

એસએમએ ટાઈપ-1 એક આનુવંશિક બીમારી

બાળકની સારવાર કરનારા રોયલ ઈંસ્ટીટ્યૂટ ઓફ ચાઈલ્ડ ન્યૂરોસાયન્સના ડોક્ટર સંજીવ મેહતાએ જણાવ્યું કે, એસએમએ ટાઈપ-1 એક આનુવંશિક બીમારી છે, જે માંસપેશિઓને નબળી કરી નાખે છે. તેનાથી બાળકને શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને તે બેસી પણ શકતો નથી. ચાલી પણ શકતો નથી. આ ઈંજેક્શન સેલ્સને એક્ટિવ કરવાનું કામ કરે છે અને બીમારીની પ્રગતિને રોકે છે.

બાળકના કાકા આબિદ અલીએ જણાવ્યું હતું કે, પહેલા બાળક એકદમ સ્વસ્થ હતું પણ દોઢ વર્ષનું થયા બાદ તેનામાં સુસ્તી અને નબળાઈ આવવા લાગી. ત્યારે તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો, તપાસમાં તેને એસએમએ ટાઈપ-1 બીમારી સામે આવી. તેની સારવાર માટે 16 કરોડ રુપિયાની જરુર હતી, જેને ભેગા કરવા અશક્ય કામ હતું.

ડોક્ટર્, વેપારીઓ અને સામાન્ય લોકોએ મદદ કરી

ત્યાર બાદ સોશિયલ મીડિયા પર એક કેમ્પેઈન ચાલું થયું. આખા ગુજરાતના ડોક્ટર્સ, વેપારીઓ અને સામાન્ય લોકોએ તેમાં સહયોગ કર્યો. અમુક લોકોએ 50 તો અમુકે 100 રુપિયાનું દાન આપ્યું. જેનાથી 16 કરોડ રુપિયાની રકમ ભેગી થઈ ગઈ. સરકારે પણ તેમાં મદદ કરતા ટેક્સ માફ કર્યો છે.

આ પણ વાંચો: પરિવાર સાથે તાજમહેલ જોવા પહોંચ્યા બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ઋષિ સુનક, નજારો જોઈ ગદગદ થઈ ગયાં

Back to top button