હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં રવિવારે રાત્રે એક મોટો અકસ્માત થયો. પ્રવાસીઓથી ભરેલો ટેમ્પો ટ્રાવેલર ખાઈમાં પડી જતાં તેમાં સવાર સાત લોકોના મોત થયા હતા જ્યારે 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને પહેલા બંજાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાંથી પ્રાથમિક સારવાર બાદ તેમને કુલ્લુ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.
बंजार घाटी के घियागी इलाके में NH-305 पर कल रात 8:30 बजे एक पर्यटक वाहन के खाई में गिरने से 7 लोगों की मौत हो गई और 10 अन्य घायल हो गए। 5 घायलों को जोनल अस्पताल स्थानांतरित कर दिया गया है और 5 का इलाज बंजार में एक अस्पताल में चल रहा है: गुरदेव सिंह, SP, कुल्लू, हिमाचल प्रदेश pic.twitter.com/11Uio0rHrL
— ANI_HindiNews (@AHindinews) September 26, 2022
કુલ્લુમાં પ્રવાસીઓથી ભરેલો ટેમ્પો ખીણમાં ખાબક્યો
બંજારના બીજેપી ધારાસભ્ય સુરેન્દ્ર શૌરીએ લગભગ રાત્રે 12:45 વાગ્યે ફેસબુક લાઈવ કરીને અકસ્માતની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે ટેમ્પામાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા અને દિલ્હી જેવા અનેક રાજ્યોના મુસાફરો હતા. ધારાસભ્યએ કહ્યું કે મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે. ખુબ જ અંધારું હોવા છતાં બચાવ કામગીરી હાથ ધરવા બદલ તેમણે જિલ્લા વહીવટીતંત્ર અને સ્થાનિક લોકોનો આભાર માન્યો હતો.
અંધારામાં ત્રણ કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું
બંજાર વિધાનસભા ક્ષેત્રના ઘિયાગીમાં હાઈવે-305 પર જલોડા પાસે રવિવારે રાત્રે લગભગ 8:30 વાગ્યે આ અકસ્માત થયો હતો. 11:35 કલાકે બચાવ કામગીરી પુરી થઈ હતી. મળતી માહિતી મુજબ અકસ્માતમાં ઘાયલ 10માંથી 5 ઘાયલોને કુલ્લુની ઝોનલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યારે 5ની બંજારની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
બિયાસ નદીમાં કાર પડતાં બે પ્રવાસીઓનાં મોત
હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં 22 સપ્ટેમ્બરે એક મોટો અકસ્માત થયો હતો. શહેરથી છ માઈલ નજીક ચંદીગઢ-મનાલી નેશનલ હાઈવે પર એક કાર રોડ પરથી ઉતરીને બિયાસ નદીમાં પડી ગઈ હતી. કારમાં 3 લોકો સવાર હતા. જેમાંથી 2 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃત્યુ પામેલા બંને પ્રવાસીઓ ચંદીગઢ અને ગુરદાસપુરના રહેવાસી હતા. તેમની ઓળખ પ્રતિક સબરબલ અને હર મોર સિંહ સંધુ તરીકે થઈ હતી.