ચૂંટણી 2024ટ્રેન્ડિંગનેશનલ

હિમાચલ પ્રદેશના સીએમ સુખુની પત્નીનો રાજકારણમાં પ્રવેશ, આ બેઠક પરથી લડશે વિધાનસભા પેટાચૂંટણી

  • કોંગ્રેસે હિમાચલ પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં દેહરાની બે બેઠકો પર થનારી વિધાનસભા પેટાચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી

હિમાચલ પ્રદેશ, 18 જૂન: હિમાચલ પ્રદેશ વિધાનસભા અને પશ્ચિમ બંગાળની બે વિધાનસભા બેઠકો પર યોજાનારી પેટાચૂંટણી માટે કોંગ્રેસે તેના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુની પત્ની કમલેશ ઠાકુરને પણ ટિકિટ આપી છે. તે કોંગ્રેસના ઉમેદવાર તરીકે દેહરા વિધાનસભા બેઠક પરથી પેટાચૂંટણી લડશે. અગાઉ તેમને હમીરપુર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાની તૈયારીઓ ચાલી રહી હતી પરંતુ કોંગ્રેસે તેમને તે સમયે ઉમેદવાર બનાવ્યા ન હતા.

પ્રથમ વખત લડી રહ્યા છે ચૂંટણી

કમલેશ ઠાકુર દેહરા પાસે જસવાન પ્રાગપુરની રહેવાસી છે. જેના કારણે પાર્ટીએ તેમને ત્યાંથી ઉમેદવારી બનાવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેઓ ચૂંટણીના રાજકારણમાં નવા હોવા છતાં, તેઓ તેમના પતિ મુખ્યમંત્રી બન્યા ત્યારથી તેમની સાથે વિવિધ રાજકીય પ્રવૃત્તિઓમાં સક્રિય છે. અગાઉ એવી અટકળો હતી કે તેઓ હમીરપુર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે.

 

10 જુલાઈએ પેટાચૂંટણી યોજાશે

હિમાચલ પ્રદેશમાં ત્રણ વિધાનસભા મતવિસ્તારો – હમીરપુર, નાલાગઢ અને દેહરા આ ત્રણ બેઠક પર પેટાચૂંટણી 10 જુલાઈના રોજ યોજાશે. આ માટે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો પૂરી તાકાત સાથે ચૂંટણી લડવાના છે. હાલ હિમાચલમાં કોંગ્રેસની સરકાર છે.

પશ્ચિમ બંગાળની બે બેઠકો માટે ઉમેદવારો જાહેર કરાયા

કોંગ્રેસે પશ્ચિમ બંગાળના રાયગંજથી મોહિત સેનગુપ્તા અને બાગરામાંથી અશોક હલદરને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં કહેવામાં આવ્યું છે કે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ ત્રણ નામોને પોતાની સંમતિ આપી દીધી છે.

21 જૂન ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ

ભારતના ચૂંટણી પંચે 10 જૂને રાજ્ય વિધાનસભાની ત્રણ બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત કરી હતી. અપક્ષ ધારાસભ્યોના રાજીનામા સ્વીકાર્યા બાદ આ ચૂંટણી યોજાઈ રહી છે. ચૂંટણી પંચે જાહેરનામું બહાર પાડતી વખતે કહ્યું હતું કે પરિણામ 13 જુલાઈએ આવશે. ઉમેદવારો 21 જૂન સુધી ઉમેદવારી પત્રો ભરી શકશે. 26 જૂન ચૂંટણી મેદાનમાંથી નામો પાછી ખેંચવાની છેલ્લી તારીખ હશે.

આ પણ વાંચો: રાહુલ ગાંધી સહિત અનેક વિપક્ષી નેતાઓએ NEET મામલે સરકારને ઘેરી, સંસદમાં ઉઠાવશે મુદ્દો

Back to top button