

હાલમાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની જેમ જેમ નજીક આવી રહી છે તેમ સરકારી વિભાગોમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. જેની સ્થિતિમાં હાલમાં ગુજરાત પોલીસ વિભાગમાં બદલીનો દોર જોવા મળી રહ્યો છે. રાજ્યાના આજે 33 પોલીસ ઈન્સ્પેક્ટરની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે.
આ બદલીના આદેશ ઉપર રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ આ આદેશ જારી કર્યા છે. જેમાં મુખ્યત્વે વહીવટી કારણસર આ બધા બિન-હથિયાર ધારી પોલીસ ઈન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે.

આ અગાઉ એપ્રિલ મહિનામાં મોટા પ્રમાણમાં પોલીસ વિભાગમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. વહીવટી કારણસર પોલીસ ઈન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઈન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી હતી. હવે ફરી એક વખત બદલીનો દોર શરૂ થયો છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં ફરજ બજાવી રહેલા 33 બિન હથિયારી પોલીસ ઈન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે.