હિમાચલના ડુંગર AAP માટે રળિયામણા નથી : જાણો કેમ AAP હિમાચલ છોડીને ગુજરાત પર વધુ ધ્યાન આપી રહી છે?
ચૂંટણી પંચએ હિમાચલ પ્રદેશની ચૂંટણીની જાહેરાત કરી દીધી છે. રાજ્યમાં 12 નવેમ્બરે મતદાન થવાનું છે જયારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું ટાઇમ ટેબલ હજુ જાહેર થયું નથી. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું ધ્યાન હિમાચલથી વધારે ગુજરાત પર છે.
આ પણ વાંચો : HP Election 2022 : કોંગ્રેસના 17 ઉમેદવારોની બીજી યાદી જાહેર
કેમ આમ આદમી પાર્ટીનું ધ્યાન હિમાચલમાં ઓછું દેખાઈ રહ્યું છે
આ વર્ષે માર્ચ મહિનામાં જ પંજાબમાં જીત્યાં પછી ભગવત માન અને અરવિંદ કેજરીવાલ વાંરવાર હિમાચલ પ્રદેશના મંડી, શિમલા અને કાંગડા જેવા જિલ્લાઓની મુલાકાત લીધી ત્યારે લાગ્યું હતું કે આમ આદમી પાર્ટી આ વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં એક મોટું મેદાન મારશે. પરતું જયારે ચૂંટણી નજીક આવી ગઈ છે ત્યારે આમ આદમી પાર્ટીનું ધ્યાન આ પહાડી રાજ્યમાં ઓછું દેખાઈ રહ્યું છે. તેનું એક કારણ હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ મજબૂત સ્થિતિ ધરાવે છે. રાજ્યમાં વીરભદ્ર સિંહના ગયા પછી પણ પ્રતિભા સિંહ, સુખવિન્દર સિંહ સુખુ, મુકેશ અગ્નિહોત્રી અને સુધીર શર્મા જેવા નેતાઓ હાજર છે. આ નેતાઓની રાજ્યમાં સારી પ્રતિષ્ઠા છે અને ગ્રાઉન્ડ પરના કાર્યકર્તા ગુજરાતની સરખામણીએ વધારે હોવાથી, ત્યાં ગુજરાતના પ્રમાણમાં મજબુત સ્થિતિ છે.
ગુજરાતમાં વધારે મહેનત કરી રહી છે આમ આદમી પાર્ટી
આ પરિસ્થિતિમાં આમ આદમી પાર્ટીને કદાચ પોતાના જીતવાની તક ઓછી લાગી રહી છે. આ સિવાય પણ હિમાચલ પ્રદેશની 68 સીટોમાં સારો દેખાવ કર્યા બાદ પણ દેશભરમાં તેનાથી કોઈ ખાસ લાભ મળવાની આશા ઓછી દેખાતી હતી. કેજરીવાલ કેવી રીતે દેશમાં વાર્તા કરવાની તૈયારીમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગુજરાતના હોવાથી કદાચ આમ આદમી પાર્ટી ગુજરાતમાં વધારે મહેનત કરી રહી છે. એવામાં જો વડાપ્રધાન મોદીના રાજ્યમાં આમ આદમી પાર્ટી સારું પ્રદર્શન કરશે તો કેજરીવાલ તેને સમગ્ર દેશમાં ગણાવી શકશે. દિલ્હી અને પંજાબમાં કોંગ્રેસનું મેદાન હડપનાર આમ આદમી પાર્ટી હવે દેશભરમાં ભાજપ વિરુદ્ધ માત્ર પોતાને મજબુત પક્ષ તરીકે રજૂ કરવા માંગે છે. આ કારણે જ ગુજરાતની ચૂંટણીમાં સારો દેખાવ સાથે તેની માટે એક મોટી ગાથા બની શકે છે.