ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મુંબઈમાં ભારે વરસાદને કારણે 3.87 મીટરનું હાઇ ટાઇડ એલર્ટ, ફ્લાઈટ્સ પર અસર

  • ભારતીય હવામાન વિભાગે મુંબઈના અલગ-અલગ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ ચેતવણી જારી કરી

મુંબઈ, 12 જુલાઇ: દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આજે શુક્રવાર સવારથી જ હળવાથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન, જાહેર પરિવહન સેવાઓ અને ટ્રાફિક ખૂબ જ ધીમો પડી ગયો છે. ભારતીય હવામાન વિભાગે મુંબઈના અલગ-અલગ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ ચેતવણી જારી કરી છે. IMDએ મહારાષ્ટ્રના કોંકણ પ્રદેશના થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગીરી અને સિંધુદુર્ગ જિલ્લાઓ માટે ઓરેન્જ ચેતવણી આપી છે. શહેરના સત્તાવાળાઓએ આજે ​​શુક્રવારે સાંજે 4:06 વાગ્યે 3.87 મીટરના ‘હાઈ ટાઈડ’ ચેતવણી જારી કરી છે. જેને પગલે મુંબઈથી આવતી અને જતી ફ્લાઈટ પર  અસર જોવા મળી છે. મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 29 અને 24 ડિગ્રી સેલ્સિયસની આસપાસ સ્થિર રહેવાની સંભાવના છે.

ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેના કારણે વહીવટીતંત્રને વાહનવ્યવહાર માટે ઘણા માર્ગો બદલવાની ફરજ પડી હતી. પશ્ચિમી ઉપનગરોમાં અંધેરી અને જોગેશ્વરી રેલવે સ્ટેશન વચ્ચેનો અંધેરી ‘સબવે’ પણ છલકાઈ ગયો હતો. રહેવાસીઓએ આગામી થોડા દિવસોમાં વેટ સ્પેલ માટે તૈયાર રહેવું જોઈએ કારણ કે 13 જુલાઈ પછી 15 જુલાઈ સુધી યલો એલર્ટ છે.

હાઇ ટાઇડની ચેતવણી 

ભારતીય હવામાન વિભાગ (IMD) મુંબઈએ સવારે 8 વાગ્યે ચેતવણી જારી કરી છે અને આગામી કલાકો દરમિયાન વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાનશાસ્ત્રીએ મહારાષ્ટ્ર માટે આગામી 24 કલાક દરમિયાન “શહેર અને ઉપનગરોમાં મધ્યમથી ભારે વરસાદ” અને “કેટલાક સ્થળોએ ભારે વરસાદ”ની આગાહી કરી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, અરબી સમુદ્રમાં સાંજે 4:09 કલાકે 3.87 મીટરની હાઇ ટાઇડ આવશે. ત્યારે દરિયામાં પાણીનો નિકાલ ન થવાથી વરસાદ અને હાઈ ટાઈડ પૂર આવી શકે છે.

મુંબઈથી આવતી-જતી ફ્લાઈટ્સને અસર…:એર ઈન્ડિયા 

 એર ઈન્ડિયા એરલાઈન્સે X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “ભારે વરસાદને કારણે મુંબઈ આવતી અને જતી ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ રહી છે. મહેમાનોને એરપોર્ટ પર વહેલું આવવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે ધીમો ટ્રાફિક અને પાણી ભરાવાથી અવરજવરમાં વિલંબ થઈ શકે છે.”

 

જ્યારે સેન્ટ્રલ રેલવેએ LTT- સુબેદારગંજ ટ્રેન નંબર 04116ને રી-શેડ્યૂલ કરી છે. અગાઉ તે આજે રાત્રે 10:15 વાગ્યે ઉપડવાની હતી પરંતુ હવે તે એક કલાક અને ત્રીસ મિનિટના વિલંબ સાથે 11:45 વાગ્યે તેની મુસાફરી માટે રવાના થશે.

 

ત્રણ બસોના રૂટ બદલ્યા

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે સવારે 8 વાગ્યા સુધીના 24 કલાકમાં મુંબઈમાં સરેરાશ 93.16 મીમી વરસાદ નોંધાયો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, પૂર્વ મુંબઈ અને પશ્ચિમ મુંબઈમાં આંકડો અનુક્રમે 66.03 mm અને 78.93 mm હતો. બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (વેસ્ટ)ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, સાયનમાં સવારે 7:50 વાગ્યાથી પાણી ભરાવાને કારણે સાર્વજનિક બસ સેવા સંસ્થાએ ત્રણ બસ રૂટને ડાયવર્ટ કર્યા છે. પશ્ચિમ રેલવે અને મધ્ય રેલવે, જે મુંબઈમાં ‘લોકલ ટ્રેન’ ચલાવે છે, તેમણે ‘X’ પર દાવો કર્યો હતો કે, તેમની ઉપનગરીય સેવાઓ કાર્યરત છે. મુસાફરોએ કેટલાક વિલંબની ફરિયાદ કરી હોવા છતાં, ટ્રેક પર પાણી ભરાયા ન હતા.

કટોકટીની સ્થિતિમાં BMCનો મુખ્ય કંટ્રોલ રૂમ નંબર

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ થોડા દિવસો પહેલા BMCના મુખ્ય કંટ્રોલ રૂમનો ઈમરજન્સી નંબર ‘1916’, મદદ અને સત્તાવાર માહિતી માટે જારી કર્યો હતો.

આ પણ જૂઓ: નેપાળમાં બે બસ ત્રિશૂલી નદીમાં વહી ગઈ! 7 ભારતીયોના મૃત્યુ, 50થી વધુ લાપતા

Back to top button