

સુરતમાં ત્રિપલ મર્ડરની ઘટનાને લઈ હાઈલેવલ મિટિંગ શરૂ કરવામાં આવી છે. જેમાં સુરત કમિશનર કચેરીએ હાઈલેવલ મિટિંગ શરૂ થઇ છે. ગૃહ રાજ્યમંત્રી, સુરત પોલીસ કમિશનર બેઠકમાં હાજર છે. તેમાં સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠ્યા છે. જેના બાદ જાણવા મળ્યું છે કે, ગૃહમંત્રી સાથે બેઠક બાદ SITની રચના કરવામાં આવી છે. જેમા 2 DCP ત્રણ PIની SITની ટીમમાં સામેલ થશે અને DCP હર્ષદ મહેતાની દેખરેખ હેઠળ તપાસ કરવામાં આવશે.
આ પણ વાંચો: સુરત: કારીગરે રૂપિયાની લેતી-દેતીમાં 3 માલિકોની હત્યા કરી, જુઓ વીડિયો
જાણો શું હતી સમગ્ર ઘટના:
સુરતના અમરોલી વિસ્તારમાંથી ચકચારી ઘટના સામે આવી છે. વેદાંત ટેક્સો નામના એમ્બ્રોઇડરીના કારખાનામાં મારામારીની ઘટના બની છે. કારખાનાના માલિકે કારીગરને કામ પરથી છુટ્ટો કરી દેતા કારીગરે મળતીયાઓને બોલાવી હુમલો કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે.
આ પણ વાંચો: સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જતા હોય તો આ સમાચાર છે ખાસ
ટૂંકી સારવાર બાદ 3 લોકોના મોત થયાં
વેદાંત ટેક્સો નામના એમ્બ્રોઇડરીના કારખાનાના કારખાનાના માલિકે કારીગરને કામથી છૂટો કરતા કારીગરે મળતીયાઓને બોલાવીને હથિયારો સાથે હુમલો કર્યો હતો. મળતિયાઓએ હુમલો કરતા ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ 3 લોકોના મોત થયાં છે.આ બનાવને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યો છે.
અમરોલી પોલીસ સહિત અધિકારોઓ ઘટના સ્થળે
અમરોલી કારીગરો અને કારખાનેદાર વચ્ચે પગારના રૂપિયાને લઈને માથાકૂટ થતા માથાભારે કારીગરે કારખાનેદાર સહિત ત્રણની હત્યા કરી નાખી હોવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. કારીગર દ્વારા કારખાનેદારની હત્યાને પગલે આ વિસ્તારમાં ચકચાર વ્યાપી ગઈ છે. ક્રુરતાપૂર્વક આચરવામાં આવેલી આ હત્યા બાદ હુમલાખોરો ફરાર થઈ જતા પોલીસ દોડતી થઈ હતી. કારખાનદારોની હત્યાને પગલે વિસ્તારમાં રોષ વ્યાપી ગયો હોઈ ઉપરી પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો.