અમદાવાદમાં બિસ્માર રસ્તા અને ટ્રાફિકને લઈ હાઈકોર્ટનું કડક વલણ, “કહ્યું કાયદાનો ડર બેસાડવાનું કામ સરકારનું”
- અમદાવાદમાં ખરાબ રસ્તા-ટ્રાફિકની સમસ્યા પર ગુજરાત હાઇકોર્ટનું વલણ
- રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળે HCમાં રજૂ કર્યો રિપોર્ટ
- ટ્રાફિક અને મનપા કમિશનરને કોર્ટમાં હાજર રહેવા આદેશ
અમદાવાદ શહેરમાં દિવસ અને રાત દરમિયાન હજારોની સંખ્યામાં વાહનોની અવરજવરને લઈને ટ્રાફિકની સમસ્યાઓ ઉભી થતી જોવા મળી રહી છે. જેથી ટ્રાફિકની સમસ્યા અને બિસ્માર રોડ-રસ્તાને લઈને રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરાયેલા રિપોર્ટમાં અનેક ખુલાસા થયા છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે અમદાવાદમાં પિકઅવર્સમાં સૌથી વધુ ટ્રાફિકજામની સમસ્યાનું કારણ ગેરકાયદે પાર્કિંગ છે. ગેરકાયદે વાહન પાર્કિંગથી શહેરના રોડ-રસ્તા સાંકડા થયા છે. આડેધડ પાર્કિંગને કારણે થતા ટ્રાફિકજામના ફોટોગ્રાફ્સ પણ રિપોર્ટની સાથે રજૂ કરવામાં આવ્યા છે.
સી.જી રોડ પર ગેરકાયદે દબાણ વધતા રસ્તા થયા સાંકડા
વધુમાં નારણપુરા ચાર રસ્તાથી હાઈકોર્ટ જતા માર્ગ પર સૌથી વધુ રખડતા ઢોર રોડનો ત્રાસ છે. તો સી.જી રોડ પર ગેરકાયદે દબાણ વધવાથી રોડ-રસ્તા સાંકડા થઈ ગયા છે. થલતેજ મેટ્રો સ્ટેશન નીચે રિક્ષાચાલકોએ જાતે રિક્ષા પાર્કિંગ બનાવીને અડીંગો જમાવ્યો છે તેવું હાઈકોર્ટમાં રજૂ કરાયેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. સાથે જ એવું પણ જણાવવામાં આવ્યું છે કે, ગોતામાં તૂટેલા રોડને લીધે ટ્રાફિકજામ થાય છે. આ રિપોર્ટમાં પાનના ગલ્લાની બહાર સૌથી વધુ ગેરકાયદે પાર્કિંગ અને ટ્રાફિક જામના ફોટોગ્રાફસ રજૂ કરાયા છે.
આ પણ વાંચો : રોડ પર વ્હીકલની સ્પીડ વધારતા પહેલા આ જોઈ લેજો, રાજ્યમાં આજથી પોલીસ કરશે મેગા ડ્રાઈવ
ઈસ્કોન બ્રિજ અકસ્માતને લઈ હાઈકોર્ટનું કડક વલણ
ઈસ્કોન બ્રિજ અકસ્માતને લઈ હાઈકોર્ટે પૂછ્યું કે રોડ રસ્તા પર થતા સ્ટંટ રોકવા શું પગલા લેવાઈ રહ્યાં છે?, હાઈકોર્ટે કહ્યું કે, નબીરાઓ ખુલ્લેઆમ કાયદાનો ભંગ કરે છે, અમે તમને પુરતો સમય આપી ચુક્યા છીએ. વર્ષ 2006, 2018 અને હવે 2023 આવી ચુક્યુ છે. આટલા વર્ષો બાદ પણ કોઈ એક્શન લેવાયા નથી.
આ પણ વાંચો : જામનગર : રોડ પર ગરબા રમવા પડ્યા ભારે, પોલીસે સંચાલક અને કોરિયોગ્રાફરની કરી અટકાયત