દ્વારકામાં ગંદકી અને પ્રદૂષણ મામલે હાઇકોર્ટની લાલ આંખ
- બેટ દ્વારકા એક ટાપુ છે તો ત્યાં ડમ્પિંગ સાઈડ કેવી રીતે બનાવી ?
- કોઇ એનજીઓ માસ્ટર ઝોનલ પ્લાન કેવી રીતે બનાવી શકે?
- સમગ્ર નગરપાલિકા વિસ્તારને ચાર ઝોનમાં વહેંચી દેવામાં આવ્યો છે
દ્વારકામાં ગંદકી અને પ્રદૂષણ મામલે હાઇકોર્ટની લાલ આંખ છે. જેમાં ગિરનાર પર્વત પર ગંદકી અને પ્રદૂષણ તેમ જ બેટ દ્વારકાને પ્લાસ્ટિક મુકત કરવા અંગેની જાહેરહિતની રિટ અરજીમાં ચીફ્ જસ્ટિસની ખંડપીઠે ઓખા નગરપાલિકાના સોગંદનામાં પરત્વે ભારે અસંતોષ વ્યકત કરી તે પાછુ ખેંચાવ્યું હતુ અને સત્તાવાળાઓને નવેસરથી એફિડેવીટ રજૂ કરવા હુકમ કરીને બે સપ્તાહ બાદ સુનાવણી માટે રાખી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં વિઘ્નહર્તાની વિદાયમાં 51 કુંડમાં 5 હજારથી વધુ શ્રીજીનું વિસર્જન કરાયું
સમગ્ર નગરપાલિકા વિસ્તારને ચાર ઝોનમાં વહેંચી દેવામાં આવ્યો છે
જાહેરહિતની અરજીની સુનાવણી દરમ્યાન ઓખા નગરપાલિકા તરફ્થી હાઇકોર્ટને જણાવાયું હતું કે, બેટ દ્વારકામાં સ્વચ્છતા માટે ઓખા નગરપાલિકા દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ફ્ક્ત ડમ્પિંગ સાઇટ પર અત્યારે કચરો છે. ડમ્પિંગ સાઇટ પરનો આ કચરો પણ આગામી દિવસોમાં નિકાલ કરી દેવાશે. ઓખા નગરપાલિકા તરફ્થી વધુમાં જણાવાયું કે, સમગ્ર નગરપાલિકા વિસ્તારને ચાર ઝોનમાં વહેંચી દેવામાં આવ્યો છે. ચારેય ઝોનમાં નગરપાલિકાના કર્મચારીઓને સફઇ અને મોનિટરિંગ સહિતની કામગીરી સોંપી દેવાઇ છે. 200 માઇક્રોન કે તેનાથી વધુના પ્લાસ્ટિકનો વપરાશ ના થઇ શકે તે માટે પણ જાહેરનામું જારી કરાયું છે. સાથે સાથે લોકોને જાગૃત કરવાના પણ પ્રયાસો હાથ ધરાયા છે. જો કે, હાઇકોર્ટે ટકોર કરી હતી કે, વર્ષ 2002 અને 2007માં પણ નોટિફ્કિેશન બહાર પાડયા હતા પણ તેનાથી કંઇ કામ થયુ નથી. વાસ્તવમાં આ સમગ્ર મામલામાં ચીફ્ ઓફ્સિરની જવાબદારી થાય.
કોઇ એનજીઓ માસ્ટર ઝોનલ પ્લાન કેવી રીતે બનાવી શકે?
હાઇકોર્ટે એવો પણ સવાલ કર્યો હતો કે, બેટ દ્વારકા તો એક ટાપુ છે તો ત્યાં ડમ્પીંગ સાઇટ કેવી રીતે બનાવી? કચરાના નિકાલની કામગીરી એનજીઓને અપાઇ હોવાની જાણ ઓખા નગરપાલિકાએ હાઇકોર્ટને કરતાં ચીફ્ જસ્ટિસની ખંડપીઠે ભારે આશ્ચર્ય વ્યકત કર્યું હતું અને ટકોર કરી હતી કે, કચરાના નિકાલની બાબતમાં એનજીઓ નિષ્ણાત હોઇ શકે નહી. આ કામગીરી માટે ટેન્ડર બહાર પાડવુ જોઇએ. ચીફ્ ઓફ્સિરને નિયમોની ખબર જ નથી. કોઇ એનજીઓ માસ્ટર ઝોનલ પ્લાન કેવી રીતે બનાવી શકે? દરમ્યાન આખો નગરપાલિકાએ હાઇકોર્ટને ખાતરી આપી હતી કે, હવે ઓખા અને બેટ દ્વારકાનો બ્રિજ બની ચૂકયો હોવાથી કચરાનો યોગ્ય નિકાલ કરી શકાશે.
બેટ દ્વારકા એક ટાપુ છે તો ત્યાં ડમ્પિંગ સાઈડ કેવી રીતે બનાવી ?
ખંડપીઠે પૂછયું હતું કે બેટ દ્વારકા એક ટાપુ છે તો ત્યાં ડમ્પિંગ સાઈડ કેવી રીતે બનાવી ? એનો મતલબ એમ કે કચરો દરિયામાં જતો હશે ? જો કે હવે ઓખા અને બેટ દ્વારકાને જોડતો બ્રિજ બની ચૂક્યો હોવાથી કચરાનો યોગ્ય નિકાલ થશે તેવી ખાતરી ઓખા નગરપાલિકાએ હાઈકોર્ટને આપી હતી. કચરાના વ્યવસ્થાપનની જવાબદારી NGO ને આપવાની ઓખા નગરપાલિકાની વાતથી હાઈકોર્ટને આશ્ચર્ય થયું હતું. કોર્ટે કહ્યું હતું કે પ્લાસ્ટિક કચરાના નિકાલમાં NGO નિષ્ણાત હોઈ શકે નહિ, આના માટે ટેન્ડર બહાર પાડવું પડે. ચીફ્ ઓફ્સિરને નિયમોની ખબર જ નથી.