અમદાવાદગુજરાત

PMની ડિગ્રી મુદ્દે કેજરીવાલ-સંજયસિંહને હાઇકોર્ટનો ઝટકો, મેટ્રો કોર્ટમાં હાજર થવું પડશે

Text To Speech

અમદાવાદ, 16 ફેબ્રુઆરી 2024, વડાપ્રધાન મોદીની ડિગ્રી મુદ્દે ગુજરાત યુનિવર્સિટીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહ સામે બદનક્ષીનો કેસ કર્યો હતો. બન્ને સામે મેટ્રો કોર્ટે સમન્સ કાઢતાં તેમણે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. સેશન્સ કોર્ટે અરજી ફગાવતાં બન્નેએ હાઇકોર્ટમાં અરજી કરીને સમન્સ રદ કરવા અને સ્ટે આપવા માંગ કરી હતી. ત્યારે આજે ગુજરાત હાઇકોર્ટે કેજરીવાલ અને સંજયસિંહની અરજી ફગાવી છે. હવે મેટ્રો કોર્ટમાં જ ટ્રાયલ ચાલશે અને અરવિંદ કેજરીવાલે હાજર થવું પડશે.

મેટ્રો કોર્ટ બંને સામે સમન્સ ઈશ્યૂ કરી ચૂકી છે
ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસમાં અમદાવાદ મેટ્રો કોર્ટ અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહ સામે સમન્સ ઈશ્યૂ કરી ચૂકી છે. યુનિવર્સિટીના વકીલ દ્વારા બંને આરોપીઓ કોર્ટમાં ઉપસ્થિત ન થતા વોરન્ટ ઈશ્યૂ કરવાની માંગ કરાઈ હતી. જેની સામે રાહત મેળવવા બંને આરોપીઓ સેશન્સ કોર્ટ, હાઇકોર્ટ અને સુપ્રિમકોર્ટ સુધી ગયા હતા. જ્યાંથી પણ તેમને રાહત મળી નથી.

હાઈકોર્ટે રિવિઝન અરજી પર નિર્ણય લેવા કહ્યું
સુપ્રીમકોર્ટે ગુજરાત હાઇકોર્ટને આ કેસ પર નિર્ણય લેવા કહ્યું હતું. આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે બંને પક્ષોને સાંભળીને સિટી સિવિલ કોર્ટને 10 દિવસમાં અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહની રિવિઝન અરજી પર નિર્ણય લેવા કહ્યું હતું. આ મુદ્દે ચુકાદો આપતાં અમદાવાદ સિટી સિવિલ કોર્ટે અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહની રિવિઝન અરજી ફગાવી દીધી હતી. જેથી અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહ હવે મેટ્રો કોર્ટના સમન્સ રદ્દ કરવા હાઈકોર્ટ પહોંચ્યા હતા.

આ પણ વાંચોઃ ગિફટ સિટીમાં દારૂ પીવાની મંજૂરીને હાઈકોર્ટ પડકાર, નિર્ણયનાં માઠાં પરિણામોની ચેતવણી

Back to top button