ગુજરાત

રખડતા ઢોર મામલે હાઈકોર્ટે AMCને ફટકાર લગાવી, પોલીસને પાસા હેઠળ કાર્યવાહી કરવા આદેશ

Text To Speech

ગુજરાત રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યા વધી છે. જેમાં શહેરોમાં રખડતા ઢોરથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. તેવામાં હાઈકોર્ટમાં વધુ એકવાર સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં કોર્ટે AMC અને અમદાવાદ પોલીસે રજૂ કરેલા સોગંધનામાને ધ્યાને લીધા બાદ રાજ્ય સરકાર, DGP સહિત તમામ મનપા અને નગરપાલિકાઓને કડક પગલા લેવાના આદેશ આપ્યા છે.

stray-cattles- Hum Dekhenege News

હાઈકોર્ટે રાજ્ય સરકાર અને AMCને ફટકાર લગાવી
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી જાહેર માર્ગો પર રખડતા ઢોરની સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ. તેના કારણે અનેક લોકો અકસ્માતનો ભોગ બન્યા, જેમાં અમુક કિસ્સાઓમાં મોત થયાની પણ ઘટનાઓ સામે આવી હતી. આ મામલે થયેલી જાહેરહિતની અરજી પર અગાઉ સુનાવણી કરતા હાઈકોર્ટે રાજ્ય સરકાર અને AMCને ફટકાર લગાવી હતી. જેમાં કોર્ટે અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ પોલીસે રજૂ કરેલા સોગંધનામાને ધ્યાને લીધા બાદ કેટલાક આકરા આદેશ કર્યા છે. આ કેસમાં પક્ષકાર તરીકે જોડાયેલા ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ અસીમ પંડ્યાએ કોર્ટને અવગત કરી કે છેલ્લા કેટલાક દિવસથી કાર્યવાહી તો ચાલી હતી, પરંતુ હજુ પણ સમસ્યા જેમની તેમ જ છે.
stray-cattles-in-ahmedabad

એક વોરરૂમ તૈયાર કરવા પણ આદેશ આપ્યા
આ સાથે જ કોર્ટે એ પણ નોંધ્યુ કે AMC અને સરકારે પુરતા પગલા નથી લીધા તો આ જ મામલે હવે અમદાવાદ પોલીસ કમિશનર, રાજ્ય પોલીસ વડા અને રાજ્ય સરકારના રખડતા ઢોરને ડામવા માટેના લાંબા અને ટૂંકા ગાળાનો એક્શન પ્લાન રજૂ કરવા હુકમ કર્યો છે. આ સાથે જ રાજ્યના ગૃહ વિભાગને યોગ્ય સંકલન માટે એક વોરરૂમ તૈયાર કરવા પણ આદેશ આપ્યા છે.

ભારતીય દંડ સંહિતાની કલમ 332, 338, 188 હેઠળ ગુનો નોંધાશે
બીજી તરફ તેમણે રજૂઆત કરતા જણાવ્યુ કે જે ટીમ હાલ કામગીરી કરી રહી છે તેમના પર સતત હુમલા કરી રહ્યા છે. તેવા લોકો સામે કડકમાં કડક પગલા લેવા જોઈએ. ઢોર પકડવાની કામગીરી કરી રહેલા કોર્પોરેશનના અધિકારીઓ પોલીસ પર હુમલો કરનારા વ્યક્તિને જોખમી વ્યક્તિ ગણી તેમની સામે ભારતીય દંડ સંહિતાની કલમ 332, 338, 188 હેઠળ ગુનો નોંધવા જોઈએ.

Back to top button