મનોરંજન

આદિપુરુષના નિર્માતાઓને હાઈકોર્ટની ફટકાર,કહ્યું “ધાર્મિક ગ્રંથોને રહેવા દો….”

Text To Speech

‘આદિપુરુષ’ને લઈને સમગ્ર દેશમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે હાઈકોર્ટે નિર્માતાઓને ફટકાર લગાવી છે. હાઈકોર્ટે સેન્સર બોર્ડ માટે નારાજગી વ્યક્ત કરી છે.આદિપુરુષને લઈને દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી દરમિયાન હાઈકોર્ટમાં જસ્ટિસ રાજેશ સિંહ ચૌહાણ અને જસ્ટિસ શ્રીપ્રકાશ સિંહની ડિવિઝન બેન્ચે પૂછ્યું હતું કે તમે આવનારી પેઢીને શું શીખવવા માંગો છો?

Adipurush Controversy: મુંબઈમાં ફિલ્મ આદિપુરુષના નિર્દેશક અને ટીમ સામે FIR દાખલ, રામ નવમીના દિવસે રિલીઝ થયેલા પોસ્ટરને લઈને વિવાદ - Adipurush Controversy Complaint ...

હાઈકોર્ટ દ્વારા 22 જૂને રજૂ કરવામાં આવેલી સુધારા અરજીને સ્વીકારતી વખતે હાઈકોર્ટે સેન્સર બોર્ડ વતી હાજર રહેલા એડવોકેટ અશ્વિની સિંહને પૂછ્યું હતું કે, ‘સેન્સર બોર્ડ શું કરે છે? સિનેમા એ સમાજનો દર્પણ છે, તમે આવનારી પેઢીને શું શીખવવા માંગો છો? શું સેન્સર બોર્ડ પોતાની જવાબદારી નથી સમજતું?કોર્ટે એમ પણ કહ્યું હતું કે ‘માત્ર રામાયણ જ નહીં પરંતુ પવિત્ર કુરાન,ગુરુ ગ્રંથ સાહિબ અને ગીતા જેવા ફાજલ ધાર્મિક ગ્રંથો,ને લઇ કઈ ઉમેરશો નહી’ કોર્ટમાં ફિલ્મના નિર્માતા, દિગ્દર્શક અને અન્ય પ્રતિવાદી પક્ષકારોની ગેરહાજરી અંગે પણ કોર્ટે કડક વલણ દર્શાવ્યું હતું.

એડવોકેટ રંજના અગ્નિહોત્રીએ સેન્સર બોર્ડ દ્વારા જવાબ દાખલ ન કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો અને ફિલ્મના વાંધાજનક તથ્યો વિશે કોર્ટને જાણ કરી હતી.જેમાં રાવણ દ્વારા બેટને માંસ ખવડાવવાના દ્રશ્યો, સીતાજીને બ્લાઉઝ વગર બતાવેલ, કાળા રંગની લંકા, બેટને રાવણના વાહન તરીકે દર્શાવવામાં આવે છે, વિભીષણની પત્ની સુશેન વૈદ્યને બદલે લક્ષ્મણને સંજીવની આપતી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું,વાંધાજનક ડાયલોંગ અને અન્ય તમામ હકીકતો કોર્ટમાં રાખવામાં આવી હતી. જેના પર કોર્ટે સંમતિ આપી હતી.

આ પણ વાંચો : સાવધાન! ઇયરફોનનો વધુ પડતો ઉપયોગ આજે જ ટાળો, નહીતર બની જશો રોગોના શિકાર

Back to top button