સંભલ: જમીન વક્ફની હોવાનો દાવો ખોટો, નકલી દસ્તાવેજો બનાવનારા સામે કાર્યવાહી

- સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ અને કેટલાક સ્થાનિક લોકોએ આ પ્લોટ પોતાની માલિકીનો હોવાનો દાવો કરતા દસ્તાવેજો રજૂ કર્યા હતા
લખનઉ, 03 જાન્યુઆરી: ઉત્તર પ્રદેશના સંભલમાં શાહી જામા મસ્જિદ પાસે બનાવવામાં આવી રહેલી પોલીસ ચોકીની જમીન વકફ મિલકત હોવાનો દાવો ખોટો સાબિત થયો છે. સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ અને કેટલાક સ્થાનિક લોકોએ આ પ્લોટ પોતાની માલિકીનો હોવાનો દાવો કરતા દસ્તાવેજો રજૂ કર્યા અને વહીવટીતંત્ર પર ગેરકાયદેસર રીતે જમીન હડપ કરવાનો આરોપ મૂક્યો હતો. પોલીસ અને વહીવટી અધિકારીઓએ આ દાવાને ખોટો ગણાવ્યો છે. આ નકલી દસ્તાવેજો બનાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
Sambhal, Uttar Pradesh: SP Krishan Bishnoi says, “Upon examining the documents received so far, it appears that even the Kotwali, built around 1905 or 1906, is listed as Waqf property. All the Waqf property documents presented will undergo verification. Under Section 56 of the… pic.twitter.com/Dg6h1fgtnR
— IANS (@ians_india) January 2, 2025
આ સંબંધમાં પોલીસ તંત્રએ પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી, જેમાં આ દાવાને ફગાવી દેવામાં આવ્યો હતો. SP કૃષ્ણ કુમાર બિશ્નોઈએ કહ્યું કે, “આ મામલામાં અજાણ્યા લોકો સામે કેસ નોંધવામાં આવશે.”
જામા મસ્જિદને લઈને વિવાદ ચાલી રહ્યો છે
સંભલમાં બાબર યુગમાં બનેલી જામા મસ્જિદને લઈને વિવાદ ચાલી રહ્યો છે. નવેમ્બરના અંતમાં અહીં હિંસા ભડકી ઉઠી હતી. પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. આ પછી અહીં પોલીસ સ્ટેશન બનાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ ચોકીની જમીન અંગે દાવો કરવામાં આવ્યો હતો કે, તે વકફ મિલકત પર બાંધવામાં આવી રહી છે. તાજેતરમાં AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ પણ આવા દાવાઓ પર નિવેદન આપ્યું હતું.
તપાસમાં કોઈ પુરાવા મળ્યા નથી!
SP કૃષ્ણ કુમાર બિશ્નોઈએ કહ્યું હતું કે, “એક પ્રતિનિધિમંડળ દ્વારા કેટલાક દસ્તાવેજો પણ આપવામાં આવ્યા હતા અને તે દસ્તાવેજોની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કોઈ દસ્તાવેજ રજિસ્ટર્ડ હોવાની વાત બહાર આવી નથી. જો આ રીતે જોવામાં આવે તો, સંભલ કોતવાલી પણ વકફ જમીનનો હિસ્સો થશે. કોઈપણ આધાર વગર આ તમામ દસ્તાવેજો આપવામાં આવ્યા હતા અને તેમની તપાસ કર્યા બાદ આ મામલે કેસ નોંધવાની ભલામણ કરવામાં આવી હતી.”
SPએ કહ્યું કે, “મામલામાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ સંભલ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવી રહ્યો છે. આ સિવાય સમગ્ર જિલ્લામાં તેનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે અને જ્યાં પણ આવું કારનામું બહાર આવશે, તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હું સંભલના લોકોને પણ અપીલ કરવા માંગુ છું કે જો ક્યાંય પણ વકફ સંબંધિત કોઈ જમીન વેચવામાં આવી હોય તો અમે તે તમામ મિલકતોની તપાસ કરાવીશું.”
અસદુદ્દીન ઓવૈસીએ પ્રશ્ન ઉઠાવ્યા હતા
વડાપ્રધાન મોદી હાલમાં જ કુવૈતની મુલાકાતે ગયા હતા, જ્યાં તેમને અહીં શ્રેષ્ઠ સન્માનથી નવાજવામાં આવ્યા હતા અને તેઓ કુવૈતના શેખને ગળે લગાવતા જોવા મળ્યા હતા. તેના પર અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે, શું વડાપ્રધાન કુવૈતના શેખને બતાવી શકે છે કે સંભલમાં મસ્જિદ પાસે પોલીસ ચોકી વકફ જમીન પર બનાવવામાં આવી રહી છે. એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે, સંભલ મસ્જિદ પાસે બનાવવામાં આવી રહેલી ચોકીની જમીન વકફની છે, જે પછી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા નકારી કાઢવામાં આવી હતી.
AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ એક X-પોસ્ટમાં કહ્યું હતું કે, “સંભલમાં જામા મસ્જિદની નજીક જે પોલીસ ચોકી બનાવવામાં આવી રહી છે તે રેકોર્ડ મુજબ વકફ જમીન છે. વધુમાં, તે પ્રાચીન સ્મારક કાયદા હેઠળ સુરક્ષિત છે. સ્મારકોની નજીક બાંધકામ પર પ્રતિબંધ છે. સંભલમાં ખતરનાક વાતાવરણ સર્જવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને CM યોગી આદિત્યનાથ જવાબદાર છે.
સંભલ DMએ આ દાવાને ફગાવી દીધો
શાહી જામા મસ્જિદ નજીક કોટ ઈસ્ટ વિસ્તારમાં મુગલ યુગની મસ્જિદ પાસે પોલીસ ચોકીના નિર્માણ માટે 28 ડિસેમ્બરે ઔપચારિક ‘ભૂમિ પૂજન’ કરવામાં આવ્યું હતું. સંભલના ડીએમ રાજેન્દ્ર પેન્સિયાએ દાવાને ફગાવી દીધો હતો અને કહ્યું હતું કે, પોલીસ ચોકીની જમીન વકફની છે, આ દાવા માટે કોઈ માન્ય દસ્તાવેજો સાથે આગળ આવ્યું નથી.
આ પણ જૂઓ: અજમેર દરગાહમાં મંદિર વિવાદ વચ્ચે PM મોદીએ ચાદર મોકલી, પરંપરા ન તોડી