અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત યુનિવર્સિટી મારામારી કેસમાં હાઈકોર્ટે સુઓમોટો લેવા ઈનકાર કર્યો

અમદાવાદ, 18 માર્ચ 2024, ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાની ઘટનામાં પોલીસે વધુ ત્રણ શખસની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. પોલીસે ક્ષિતિષ પાંડે, જિતેન્દ્ર પટેલ, સાહિલ દૂધતીઉઆ નામના યુવકની અટકાયત કરી છે. ગઈકાલે ક્રાઈમ બ્રાન્ચે બે યુવકની અયકાયત કરી હતી. અત્યારસુધી કુલ પાંચ લોકોની અટકાયત કરવામાં આવી છે. આ કેસમાં હાઇકોર્ટમાં સુઓમોટો પિટિશન લેવા રજૂઆત કરાઈ હતી.કોર્ટે સુઓમોટો લેવા ઇનકાર કર્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે તપાસ અમારું નહીં, પોલીસનું કામ છે. જ્યારે કુલપતી નિરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે જાહેર જગ્યા પર નમાઝ કે ધાર્મિક પ્રવૃત્તિ ન કરી શકાય.​

યુનિવર્સિટીએ તપાસ માટે કમિટી બનાવી
ગુજરાત યુનિવર્સિટીના કુલપતી નીરજા ગુપ્તાએ વધુમાં જણાવ્યું હતું કે નમાઝ કે અન્ય પ્રવૃત્તિઓ માત્ર ધાર્મિક જગ્યાએ કે રૂમમાં જ કરી શકાશે. જાહેર જગ્યા પર નમાઝ કે ધાર્મિક પ્રવૃત્તિઓ ન કરી શકાય. ઘટનાના લીધે જ્યાં પણ અમને ખોટ દેખાય છે ત્યાં પગલાં લેવામાં આવ્યાં છે. સ્ટાફની બદલી કરવામાં આવી છે. સિક્યોરિટીમા અમને ખોટ દેખાય છે એમાં અમે વધારો કર્યો છે. NRI હોસ્ટેલ બે વર્ષથી બનીને તૈયાર છે ફાયર સેફ્ટીના અભાવે એમાં વિદ્યાર્થીઓને જગ્યા ફાળવાઈ ન હતી. અમે એક કમિટી બનાવી છે જે લોકો વીડિયો વાઇરલ થયા છે તેની તપાસ કરશે. હુમલાખોરો યુનિવર્સિટીના છે કે બહારના તેનો રીપોર્ટ પણ આપશે.વાઇરલ વીડિયો અંગે કમિટી તપાસ કરશે. લોકપાલ, લીગલ આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને કોર્ડિનેટરની કમિટી તમામ વીડિયોનો અભ્યાસ કરી રિપોર્ટ સોંપશે.

હાઈકોર્ટે સુઓમોટો પિટિશન લેવા ઇન્કાર કર્યો
​​​​​​આજે આ મુદ્દે એડવોકેટ કે.આર.કોષ્ઠી દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ અનિરુદ્ધ માયીની બેંચ સમક્ષ ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ ઉપર હુમલાની ઘટનાને સુઓમોટો તરીકે લેવા રજૂઆત કરવામાં આવી હતી. એડવોકેટે રજૂઆત કરી હતી કે, 20થી 30 વ્યક્તિઓના ટોળાએ યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓ ઉપર હુમલો કર્યો હતો. વિદેશી વિદ્યાર્થીઓ આંતરરાષ્ટ્રીય કરાર અંતર્ગત અહીં ભણવા આવતા હોય છે. હાઈકોર્ટે આ મુદ્દે સુઓમોટો પિટિશન લેવા ઇન્કાર કર્યો હતો. હાઇકોર્ટે કહ્યું હતું કે, આ મુદ્દે પોલીસ તપાસ કરશે. કોર્ટનું કામ તપાસ કરવાનું નથી તપાસનું કામ પોલીસનું છે.

આ પણ વાંચોઃ

Back to top button