રાજ્યમાં ગુજરાતી ભાષા ફરજીયાત ભણાવવા મામલે જાહેરહિતની અરજી હાઈકોર્ટમાં કરવામા આવી હતી. આ અરજી પર આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. રાજ્યની શાળાઓમાં ગુજરાતી ભણાવવા મામલે ગુજરાત હાઈકોર્ટે સરકારને ટકોર કરી છે.
હાઈકોર્ટે સરકારને કરી ટકોર
રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવા મામલે જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. આ અરજી પર આજે ગુજરાત હાઈકોર્ટે સરકારને ટકોર કરી છે. અને કહ્યું હતુ કે ગુજરાતી અભ્યાસ કરાવામાં શાળાઓને શું તકલીફ થઈ રહી છે? આ સાથે હાઈકોર્ટે ગુજરાતી નહીં ભણાવતી શાળાઓનું લિસ્ટ આપવાનો આદેશ કર્યો છે. અને ગુજરાતી નહી ભણાવતી શાળાઓને નોટીસ ફટકારવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે.
હાઈકોર્ટે સરકાર પાસે માંગ્યો હતો જવાબ
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય વિદ્યાલયોમાં ગુજરાતી ભાષા ન ભણાવાતા હોવાની અરજદારે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી. જે બાદ હાઈકોર્ટે કહ્યું હતું કે, ગુજરાતી નહીં ભણાવતી શાળાઓ સામે શું પગલા લેવાશે? આ ઉપરાંત હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકારને નિર્દેશ આપ્યા હતા કે આ બાબતે ચોક્કસ પગલા લેવામાં આવે.
હવે ગુજરાતી નહી ભણાવનાર શાળાઓ પર પગલા લેવાશે
આ અંગે આજે સરકારે હાઈકોર્ટમાં પોતાનો જવાબ રજૂ કર્યો હતો જેમાં જણાવ્યું હતું કે, ગુજરાતી ન ભણાવતી શાળાઓને નોટિસ ઈશ્યૂ કરી છે. ગુજરાતી ભાષા ફરજિયાત નહીં ભણાવનાર શાળાઓની NOC રદ્દ કરવામાં આવશે. રાજ્યની 23 શાળાઓ ગુજરાતી ન ભણાવતી હોવાની અને તેમના વિરુદ્ધ પગલા લેવામાં આવશે. ગુજરાતી ભણાવવા મુદ્દે આપેલ પરિપત્રનું પાલન નહીં કરનાર સ્કૂલો સામે હવે કડક પગલાં લેવામાં આવશે.
2018માં શાળામાં ગુજરાતી ભણાવવું મરજિયાત રખાયું હતું
માતૃભાષા અભિયાન હેઠળ સરકારે 2018માં પોલિસી બનાવી હતી કે તમામ સરકારી પ્રાથમિક સ્કૂલોમાં ગુજરાતી ભાષાને મરજિયાત રહેશે છે. જેના લીધે અનેક સ્કૂલોમાં ગુજરાતી ભાષા ભણાવવામાં આવતી નથી. જેના લીધે બાળકનો સર્વાંગી વિકાસ થઇ શકતો નથી. શાળામા ગુજરાતી નહી ભણાવવાને કારણે બાળકોને પોતાની માતૃભાષાનું જ જ્ઞાન મળી શકતુ નથી. જે બાબતે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
આ પણ વાંચો : ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ, જાણો આ વખતે ક્યાં મુદ્દે કરી રજૂઆત