અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

નકલી અને એક્સપાયર થયેલી ચોકલેટના વેચાણ સામે હાઈકોર્ટનો તપાસનો આદેશ

નવી દિલ્હી, 24 ડિસેમ્બર: દિલ્હી હાઈકોર્ટે દિલ્હીમાં અગ્રણી બ્રાન્ડ હર્શીની નકલી અને એક્સપાયર ચોકલેટના રિ-પેકેજિંગ અને વેચાણ સામે તપાસનો આદેશ આપ્યો છે. કોર્ટે ખાદ્ય સુરક્ષા અને જાહેર આરોગ્યની ચિંતા દાખવી એક્સપાઈરી ડેટ પછી ફૂડ પ્રોડક્ટના પેકેજિંગ અને વેચાણ પર કડક વલણ દાખવ્યું છે. જસ્ટિસ પ્રતિભા એમ સિંઘના જણાવ્યા અનુસાર, એક્સપાયર થઈ ગયેલા ખાદ્ય પદાર્થોને ફરીથી બજારમાં વેચવામાં આવી રહ્યા છે. આ કેસમાં FSSAIની ઢીલ જોઈને કોર્ટે પોતે તપાસના નિર્દેશ આપ્યા છે.

નકલી ચોકલેટ બનાવી બજારમાં વેચવાનું ષડયંત્ર

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઑફ ઈન્ડિયા (FSSAI) આવા કેસોમાં તાત્કાલિક પગલાં લેવામાં અસમર્થ હતું. ન્યાયાધીશ સિંહે નિર્દેશ આપ્યો કે આ અંગે જરૂરી તપાસ કરી કોર્ટ ચીફ જસ્ટિસ સમક્ષ આ મુદ્દો રાખવામાં આવે. આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ, દિલ્હી પોલીસને વિગતવાર તપાસ હાથ ધરવા અને સ્ટેટસ રિપોર્ટ ફાઇલ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ મુદ્દો કોર્ટ સમક્ષ ત્યારે આવ્યો જ્યારે હર્શી ચોકલેટ કંપનીએ દિવાળી પહેલા આરોપી સામે અરજી કરી હતી. તેના પર આરોપ હતો કે, એક્સપાયર થઈ ગયેલી ચોકલેટને ફરીથી પેક કરીને વેચવામાં આવી રહી છે. એટલું જ નહીં, આરોપી પાસે હર્શીના માર્કા અને પેકેજિંગની જાણકારી અને એક્સેસ હતી, તેમજ એક્સપાયર થયેલી અને નકલી ચોકલેટને હર્શી ચોકલેટની જેમ બનાવી બજારમાં વેચતો હતો.

FSSAIને જાણ હોવા છતાં ફરિયાદ ન કરી

ઑક્ટોબર 2023માં કોર્ટે એક્સપાયર થયેલા ઉત્પાદનોને જપ્ત કરવા માટે સ્થાનિક કમિશનરો (LCs)ની નિમણૂક કરી હતી. ડિફેન્ડેટના ઉત્પાદનોનું નિરીક્ષણ અને પરીક્ષણ કરવા માટે FSSAIના બે નિરીક્ષકો LCs સાથે આવવાના હતા. નિરીક્ષણ કરતાં હર્શી સિવાયની અન્ય કંપનીઓના એક્સપાયરી પ્રોડક્ટ્સ પણ ડિફેન્ડેટ પાસેથી મળી આવ્યા હતા, ઉપરાંત એક્સપાયરી ડેટને ભૂંસી નાખવા અને પ્રિન્ટિંગની સુવિધા માટેના સાધનો મળી આવ્યા હતા. LC રિપોર્ટ મુજબ, આરોપી પાસેથી હર્શી સિવાય મોટી માત્રામાં ખાદ્ય વસ્તુઓના જથ્થા મળી આવ્યા હતા. જો કે, આ અંગે FSSAIને તેની જાણ હોવા છતાં આજદિન સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી. જે મુજબ કોર્ટે આ મામલે ઝીણવટભરી તપાસનો આદેશ આપ્યો હતો.

આ પણ વાંચો: અગ્નિપથ યોજનાને પડકારતી તમામ અરજી કેરળ હાઈકોર્ટે ફગાવી

Back to top button