અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત હાઈકોર્ટનો સરકારને આદેશ, પોલીસ અને TRB સામે ફરિયાદ માટે અલગ નંબર જાહેર કરો

Text To Speech

અમદાવાદ, 15 ડિસેમ્બર 2023, શહેરમાં ગત ઓગસ્ટ મહિનામાં થયેલા તોડકાંડમાં ત્રણ આરોપી પોલીસકર્મીની ધરપકડ કરાઈ હતી. આ કેસમાં આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં કોર્ટે સરકારને આદેશ કર્યો હતો કે,પોલીસ અને TRB સામે ફરિયાદ માટે અલગ નંબર જાહેર કરો. સરકારે કોર્ટમાં જવાબ આપતાં કહ્યું હતું કે,સમગ્ર રાજ્યમાં DCP સાથે 24 કલાક કાર્યરત અલગ કંટ્રોલરૂમ હશે. બીજી તરફ ઓગણજ તોડકાંડ કેસમાં આજે વધુ સુનાવણી ગુજરાત હાઇકોર્ટમાં હાથ ધરાઈ છે. કોર્ટે પોલીસ સામે ફરિયાદ માટે અલગ હેલ્પલાઈન આપવાનું જણાવ્યું છે.

કોર્ટે કહ્યું કે અલગ નંબર આપવામાં શું તકલીફ છે?
હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારે કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે,100 નંબર ઉપર જ એક્સટેન્શન અપાય કારણ કે તે સરળ છે અને લોકોને યાદ છે. 112 નંબર કેન્દ્ર સરકારના સૂચનથી જાહેર કરાયો છે. 112 નંબર પણ 100 નંબરની લાઈન ઉપર જાય છે. 100ને એક્સટેન્શન આપી તેનું રેકોર્ડિંગ કરાય છે. 106 નંબર ACB માટે છે. કોર્ટે કહ્યું કે, નહિ પોલીસ અને TRB સામે ફરિયાદ માટે અલગ નંબર જાહેર કરાય તો સરકારે કહ્યું કે પોલીસને જાણ થતાં PCR ઘટના સ્થળે જશે. લોકલ પોલીસને પણ જાણ કરાશે. કોર્ટે કહ્યું કે અલગ નંબર આપવામાં શું તકલીફ છે? પોલીસ સામે ફરિયાદ માટે કોમન નંબર ના ચાલે.

વધુ સુનાવણી હવે 12 જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે
સરકારે કોર્ટને કહ્યું કે, રાજ્યમાં અલગ અલગ જગ્યાએ પોલીસની મદદ માટે, લાંચ વિરુદ્ધ અને પોલીસ સામે ફરિયાદ માટે નંબરો લગાવશે. પોલીસ મથકે અને રોડ ઉપર પોસ્ટરો લગાવશે. કોર્ટે કહ્યું કે, પોલીસ સામે ફરિયાદ માટે અલગ સેલ પણ બનાવવામાં આવે છે. સરકારે કહ્યું, હા અલગ કંટ્રોલરૂમ હશે જ્યાં શિફ્ટ ઇન્ચાર્જ પણ હશે. ફરિયાદ DCPમાં જશે અને 24 કલાકમાં પગલાં લેવાશે. 100 નંબર ઉપર એક્સટેન્શન નહિ અપાતા નવો નંબર જાહેર કરાશે. દર મહિને આવેલી ફરિયાદોનો રિવ્યૂ કરાશે. કોર્ટે જણાવ્યું હતું કે, સમાચારપત્રો અનુસાર બનાસકાંઠામાં ઓન શરાબ લઈને બોર્ડરમાં પ્રવેશેલા એક વ્યક્તિ સાથે પોલીસે તોડ કર્યો હતો. સરકારે કહ્યું, આ બાબતે તપાસ કરાશે. વધુ સુનાવણી હવે 12 જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચોઃ વિદ્યુત સહાયક ભરતી કૌભાંડમાં 42 નોકરિયાતોને નોટીસ

Back to top button